OMG:આ દેશમાં માત્ર 40 મિનિટ માટે થાય છે સૂર્યાસ્ત, છતાં પણ અહીંયા ઠંડીનું સામ્રાજ્ય રહે છે

ધરતી પર અનેક એવી જગ્યા છે જે અત્યંત રોમાંચક અને જાણવા જેવી છે. દરેક દેશની પોતાની કોઈને કોઈ વિશેષતા હોય છે. ધરતી પર રહેલ કેટલીક જગ્યા એવી રહસ્યમયી છે કે તેના વિશે જાણીને કે વિચારીને તમારું મગજ ચક્કર ખાઈ જશે. 

OMG:આ દેશમાં માત્ર 40 મિનિટ માટે થાય છે સૂર્યાસ્ત, છતાં પણ અહીંયા ઠંડીનું સામ્રાજ્ય રહે છે

નોર્વે: સામાન્ય રીતે આપણે એવું વાંચીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને પોતાની જગ્યા પર ફરે છે. જેના કારણે દિવસ-રાત અને સમયનું ચક્ર ફર્યા કરે છે. સામાન્ય રીતે એક દિવસ અને રાતનો સમય 24 કલાકનો છે. પરંતુ ધરતી પર એવા કેટલાંક દેશ પણ છે જ્યાં દિવસ હોય છે તો તે લાંબા સમય સુધી રહે છે અને જ્યારે રાત હોય છે તો તે પણ લાંબા સમય સુધી રહે છે. આવા જ એક દેશનું નામ છે નોર્વે. નોર્વેને કંટ્રી ઓફ મિડનાઈટના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ક્યાં આવેલો છે નોર્વે:
યૂરોપ મહાદ્વીપના ઉત્તરમાં નોર્વે નામનો દેશ આવેલો છે. નોર્વે ઉત્તરી ધ્રૂવની સૌથી વધારે નજીક છે. ઉત્તરી ધ્રૂવમાં અત્યારે સૌથી વધારે ઠંડીનો અનુભવ થાય છે. આર્કટિક સર્કલમાં આવતાં નોર્વેની વિશેષતા એ છે કે અહીંયા લગભગ 40 મિનિટ માટે રાત થાય છે. એટલે કે અહીંયા અઢી મહિના દિવસ રહે છે. નોર્વેમાં રાતના 12:45 પર સૂરજ અસ્ત થાય છે અને 1:30 કલાકે સૂર્ય ફરીથી આવી જાય છે. અહીંયા સૂર્ય માત્ર 40 મિનિટ માટે જ અસ્ત થાય છે. 

76 દિવસ સતત દિવસ છતાં ગરમી લાગતી નથી:
સૌથી હેરાન કરનારી બાબત એ છે કે અહીંયા 76 દિવસ સુધી સૂરજ રહેવા છતાં ગરમી લાગતી નથી. નોર્વેમાં તમને ઉંચા-ઉંચા પહાડો જોવા મળશે. જે હંમેશા બરફથી ઢંકાયેલા હોય છે. નોર્વે એક ખૂબસૂરત જગ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમને જાણીને આશ્વર્ય થશે કે નોર્વે દુનિયાના તે દેશોમાં સામેલ છે જેની પાસે સૌથી વધારે પૈસા છે. આપણામાંથી મોટાભાગના લોકોએ એન્ટાર્કટિકા વિશે જાણતા હોઈએ તો અહીંયા માત્ર બે સિઝન જ હોય છે. પહેલી ઠંડી અને બીજી ગરમી. કેમ કે અહીંયા જ્યારે રાત થાય છે ત્યારે તે 6 મહિનાની હોય છે અને જ્યારે દિવસ થાય છે ત્યારે 6 મહિના સુધી દિવસ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news