યુદ્ધ માટે નવુ રણક્ષેત્ર: અમેરિકા 2020 સુધીમાં સ્પેસમાં પણ સૈન્ય ઉતારશે

રશિયા અને ચીન તરફથી મળી રહેલા પડકારોને ધ્યાને રાખીને અમેરિકા 2020 સુધીમાં સ્પેસ ફોર્સ તૈયાર કરવા માંગે છે: ટ્રમ્પ

યુદ્ધ માટે નવુ રણક્ષેત્ર: અમેરિકા 2020 સુધીમાં સ્પેસમાં પણ સૈન્ય ઉતારશે

વોશિંગ્ટન : રશિયા અને ચીન તરફથી વધી રહેલા ખતરા અને પ્રતિદ્વંદિતાને ધ્યાને રાખેને વ્હાઇટ હાઉસે ગુરૂવારે એક નવા રણક્ષેત્રની સેનાની જાહેરાત કરી છે. અમેરિકાએ 2020 સુધી યુએસ સ્પેસ ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નવી સેવા અમેરિકાની બાકી મિલટરીથી અલગ હશે. આમ પણ અમેરિકન લોકોનો સ્પેસ પ્રેમ જગજાહેર છે અને હોલિવુડ સ્પેસ વોરના ટોપિક પર ઘણા લાંબા સમયથી મુવી પણ બનાવતું આવ્યું છે. 

જો કે ટ્રમ્પ તંત્રના આ નિર્ણય સામે પણ પડકારો છે. આ નવી ફોર્સને હાલ અમેરિકી કોંગ્રેસની અનુમતીની જરૂર છે. તે ઉપરાંત મિલિટરી લીડર્સની પોતાની આશંકાઓ છે જે એક મોંઘી નવી મિલિટરી સર્વિસ બ્રાંચ પાછળના તર્કો પર સવાલ ઉઠાવી રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે પેંટાગનની એક સ્પીચ દરમિયાન આ નવા ફોર્સની જાહેરાત કરી હતી. 

અમેરિકાના અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પેસમાં પણ અમેરિકીપ્રભુત્વને સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. પેંસે કહ્યું કે, સ્પેસ એક સમયે શાંતિપુર્ણ અને નિર્વિરોધ હતું પરંતું હવે ત્યાં પણ ભીડ થઇ ગઇ છે તથા સ્થિતીઓ પ્રતિકુળ થઇ રહી છે.  અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે સમય આવી ચુક્યો છે કે પોતાનાં સૈન્ય ઇતિહાસમાં એક વધારે મહાન અધ્યાય લખવામાં આવે. પેંસે કહ્યું કે હવે નવી યુદ્ધભુમિ માટે તૈયારી જરૂરી છે. જેથી ત્યાં અમારા લોકો અને અને દેશની સામે રહેલા ખતરા સામે લડી શકાય. 

ટ્રમ્પે પેંસની આ જાહેરાત બાદ ટ્વીટ કરીને લખ્યું કે સ્પેસ ફોર્સ આવી રહી છે. ટ્રમ્પે આ સ્પેસ ફોર્સની પ્રક્રિયાને પોતાનાં 2020ના રીઇલેક્શન કેમ્પેઇન સાથે પણ જોડી દીધું છે. જેના હેઠળ ફંડ એકત્ર કરવા મોકલાયેલા કેમ્પેઇન ઇમેઇલમાં પોતાના સમર્થકોને સ્પેસ ફોર્સના લોકો માટે મતદાન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે છમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે જણાવ્યું છે. ટ્રમ્પે પોતાનાં ગુત્ત ચૂંટણી અભિયાનમાં પણ સ્પેસ ફોર્સનો ઉલ્લેખ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news