Thailand Visa : રંગીન મિજાજી ગુજરાતીઓ માટે મોટા સમાચાર, હવે વિઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

Thailand Visa : થાઇલેન્ડની ભારતીય પ્રવાસીઓને લઇને કરી મહત્વની જાહેરાત.... હવે થાઇલેન્ડ પ્રવાસ માટે વિઝા જરૂર નહિ પડે... 30 દિવસ ભારતીય પ્રવાસી વિઝા વગર રહિ શકશે
 

Thailand Visa : રંગીન મિજાજી ગુજરાતીઓ માટે મોટા સમાચાર, હવે વિઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

Thailand Tourism : ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર છે. વારે તહેવારે થાઈલેન્ડ પહોંચી જતા ગુજરાતીઓએ થાઈલેન્ડ ફરવા માટે વિઝાન ઓન એરાઈવલ લેવાની જરૂર નહીં પડે. થાઈલેન્ડે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે. હવે ભારતીયો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં રહી શકશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આવું કરવામાં આવ્યું છે.

થાઈલેન્ડે ભારત અને તાઈવાનથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે. હવે ભારતીયો 30 દિવસ માટે વિઝા વિના થાઈલેન્ડ જઈ શકશે, આ સેવા આવતા મહિનાથી શરૂ થશે અને આ છૂટ આવતા વર્ષના મે સુધી રહેશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ચીની પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી. ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં થાઈલેન્ડ જાય છે. હાલમાં, થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા છે.

રંગીન મિજાજી ગુજરાતીઓ વારંવાર કેમ થાઈલેન્ડ જવા આતુર હોય છે, ત્યાંની ગલીઓમાં એવું તો શું છે?

સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 22 મિલિયન પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા હતા. આનાથી દેશની અર્થવ્યવસ્થામાં 25 બિલિયન ડોલરથી વધુનું યોગદાન છે. થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોંન્કેના જણાવ્યા અનુસાર, ભારત અને તાઈવાનથી આવનારા લોકો થાઈલેન્ડમાં 30 દિવસ સુધી રહી શકે છે. તેમણે કહ્યું કે ભારત થાઈલેન્ડ માટે ચોથા સૌથી મોટા સ્ત્રોત બજાર તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષે ભારતમાંથી લગભગ 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ ગયા છે. ભારત પહેલાં, થાઈલેન્ડ માટે ત્રણ સૌથી મોટા પ્રવાસી સ્ત્રોત દેશો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા છે.

ઓછી નિકાસ માટે વળતર
રોઇટર્સ અનુસાર, ભારતથી થાઇલેન્ડ તરફ પ્રવાસીઓનો પ્રવાહ મજબૂત છે. એરલાઇન્સ અને હોસ્પિટાલિટી ચેઇન્સ પણ આ માર્કેટને ટાર્ગેટ કરી રહી છે. સરકારનું લક્ષ્ય છે કે આ વર્ષે દેશમાં 2.8 કરોડ પ્રવાસીઓ આવવા જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રવાસન ક્ષેત્રની આ તેજી સતત નબળી નિકાસને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે. તેથી, થાઈલેન્ડ વિઝાની જરૂરિયાતોને વધુ હળવી કરીને વધુ પ્રવાસીઓને આકર્ષવા માંગે છે.

રંગીન મિજાજી ગુજરાતીઓના બધા શોખ થાઈલેન્ડની આ એક જગ્યા પર પૂરા થઈ જાય છે!

થાઇલેન્ડમાં જોવાલાયક સ્થળો
થાઈલેન્ડ ભારતીયો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. ખાસ કરીને, આ યુવાનોની પ્રિય જગ્યાઓમાંથી એક છે. અહીં ફરવા માટે ઘણા પ્રખ્યાત શહેરો છે. તમે Bangkok, Hua Hin, Phuket, Pattaya City, Chiang Mai, ફિફી આઇલેન્ડ, Mueang Chiang Rai, Ayutthaya જેવા શહેરોની મુલાકાત લઈ શકો છો. આ એક ટાપુ દેશ છે, તેથી દેખીતી રીતે તમને સમુદ્ર અને બીચનો નજારો જોવા મળશે.

શ્રીલંકામાં પણ વિઝા વગર સફર
તાજેતરમાં જ શ્રીલંકા સરકારે પણ ભારતીયો માટે મોટી જાહેરાત કરી હતી. ભારતીયો હવે વગર વિઝાએ શ્રીલંકાની યાત્રા પણ કરી શકશે. ભારતના લોકો હવે વિઝા વગર શ્રીલંકાની યાત્રા કરી શકશે. શ્રીલંકાની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમાં ભારત સહિત 7 દેશના યાત્રિકો વગર વિઝાએ શ્રીલંકાનો પ્રવાસ કરી શકશે. જેમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ માટે આ જાહેરાત કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news