સ્કૂલમાં ફાયરિંગ પહેલાં મહિલાને કર્યો આ મેસેજ, 19 બાળકોના હત્યાની ચેટ વાયરલ

ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં એક હુમલાવરે મંગળવારે અંધાધૂન ગોળીઓ ચલાવીને 19 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી દીધી. હુમલાવરની ઓળખ સાલ્વાડોર રામોસના રૂપમાં થઇ છે.

સ્કૂલમાં ફાયરિંગ પહેલાં મહિલાને કર્યો આ મેસેજ, 19 બાળકોના હત્યાની ચેટ વાયરલ

Texas elementary school shooting: ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં એક હુમલાવરે મંગળવારે અંધાધૂન ગોળીઓ ચલાવીને 19 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી દીધી. હુમલાવરની ઓળખ સાલ્વાડોર રામોસના રૂપમાં થઇ છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ જો બાઇડને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું દેશમાં હથિયારોના વેચાણ પર નવા પ્રતિબંધો લગાવવા માટે પગલાં ભરવા જ પડશે. 

ફાયરિંગ પહેલાં ચેટ વાયરલ
આ દરમિયાન હુમલાવરની ઘણી ચેટ વાયરલ થઇ છે જેમાં એક મહિલા સાથે પોતાના કાવતરાનો ખુલાસો કરી રહ્યા છે.  રામોસની ઘટનાના થોડા સમય પહેલાં એક ટેકસ્ટ મેસેજ સામે આવ્યા છે, જેમાં તેણે લખ્યું હતું, 'આઇ એમ અબાઉટ ટૂ (હું કરવાનો છું)'. જાણકારી અનુસાર તેણે બાળકોની હત્યા પહેલાં પોતાની ગ્રાંડ મધરની હત્યા કરી અને પછી બંદૂક લઇને સ્કૂલ તરફ રવાના થઇ ગયો. 

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર “salv8dor_” નામથી ઇંસ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર તેણે એક છોકરીને બંદૂકની તસવીરમાં ટેગ કર્યા બાદ પોતાના એકાઉન્ટ પરથી મેસેજ કર્યો હતો. 'તું મારા બંદૂકવાળા ફોટાને રીપોસ્ટ કરીશ.' તેના મેસજ પર છોકરીનો જવાબ બીજા દિવસે આવે છે. તે કહે છે કે 'તારા બંદૂકો સાથે મારે શું લેવા-દેવા. તેના પર રામોસ જવાબ આપે છે કે, 'બસ તને ટેગ કરવા માંગુ છું.  છોકરીનું કહેવું છે કે તે રામોસને ઓળખતી નથી. છોકરીના અનુસાર તે ડરી ગઇ હતી અને તેને પૂછવામાં આવ્યું કે તેણે રાઇફલ્સના ફોટામાં તેને ટેગ કેમ કરી. 

12 મે બાદ રામોસે છોકરીને 24 મેના મંગળવારે ફરી મેસેજ કર્યો
રામોસે મેસેજ કર્યો- 'હું કરવાનો છું'
છોકરીએ પૂછ્યું- શેના વિશે?
તેણે જવાબ આપ્યો- 'હું તમને 11 વાગ્યા પહેલાં જણાવી દઇશ.'
રામોસે કહ્યું કે તે તેને એક કલાકમાં ટેકસ્ટ કરશે અને તેને જવાબ આપવો જ પડશે.
'મારી પાસે એક સીક્રેટ છે જે હું તમને જણાવવા માંગુ છું.- રામોસે પોતાના મોંઢાને ઢાંકેલો એક સ્માઇલી ચહેરાવાળી ઇમોજી સાથે મેસેજ મોકલ્યો.
'આભાર વ્યક્ત કર્યો મેં તમને ટેગ કર્યા' - રામાસે લખ્યું
છોકરીએ જવાબ આપ્યો 'ના. આ ડરામણું છે, તેણે આગળ કહ્યું- 'હું મુશ્કેલ તને ઓળખું છું અને તે મને કેટલીક બંદૂકો સાથે એક ફોટામાં ટેગ કરી છે?'
રામોસે છોકરીને પોતાનું રહસ્ય હજુ સુધી જણાવ્યું નહી. સવારે 9:16 વાગે તેનો અંતિમ સંદેશ હતો 'હું બહાર છું'
ત્યારબાદ અઢી કલાક પછી ઉવાલ્ડે શહેરના રોબ એલીમેંટ્રી સ્કૂલમાં બપોરે ગોળીઓનો અવાજ સંભળાયો.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે મંગળવારે સાંજે કહ્યું 'તેને ભયંકર ગોળીબારી કરીને લોકોની હત્યા કરી દીધી. 14 બાળકો અને એક અધ્યાપકનું મોત થયું. પછી મૃતકની સંખ્યા વધી ગઇ અને ગોળીબારીમાં 19 બાળકો અને બે વયસ્કોના મોતની જાણકારી આપવામાં આવી. અમેરિકન મીડીયા રિપોર્ટના અનુસાર રામોસે સ્કૂલ જતાં પહેલાં પોતાની દાદીને ગોળી મારી. કહેવામાં આવી રહ્યું છે કે તેની સારવાર ચાલી રહી છે. 

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હુમલાવર ફાસ્ટ ફૂડ ચેન વેંડીગમાં મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છે અને તેણે એક મહિના પહેલાં જ નોકરી છોડી હતી. એક ઇંસ્ટાગ્રામ એકાઉન્ટના શંકાસ્પદ જોડાયેલો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેણે આ ઘટના બાદ સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે. આ એકાઉન્ટ પર હુમલાવરે પોતાની મિરર સેલ્ફી અને બંદૂકના ફોટા શેર કર્યા છે. 

છોકરીએ શું કહ્યું
છોકરીને જ્યારે ટેક્સાસ સ્કૂલ શૂટિંગ વિશે ખબર પડી તો તેણે એકદમ ડર સાથે પ્રતિક્રિયા વ્યક્ત કરી. તેણે લખ્યું, 'તે એક અજાણ્યો વ્યક્તિ હતો, હું તેના વિશે કશું જ જાણતી નથી, તેણે મને પોતાની બંદૂક પોસ્ટમાં ટેગ કરવાનો નિર્ણય કર્યો. તેણે લખ્યું 'મને પીડીતો અને તેના પરિવાર માટે ખેદ છે, મને ખબર નથી કે શું કહેવાનું છે. 

છોકરીએ ફરી કહ્યું 'મારું તેને જવાબ આપવાનો એકમાત્ર કારણ એ હતું કે હું તેનાથી ડરી ગઇ, કદાચ હું જાગતી રહેતી, તેને આ અપરાધ ન કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરતી. મને ખબર ન હતી. જ્યારે એક ઇંસ્ટાગ્રામ યૂઝરે પૂછ્યું કે શું તે તેની પ્રેમિકા છે, તો તેણે જવાબ આપ્યો: હું તેને ઓળખતી નથી અને હું ટેક્સાસમાં પણ રહેતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news