Taliban આગળ કાબુલનું સરન્ડર! Afghanistan માં સત્તા સોંપણી અંગે ચાલુ છે વાતચીત

તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ચાલી રહેલા સત્તાના સંઘર્ષમાં તાલિબાન આખરે જીતી ગયું. અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબ્જો લગભગ નક્કી થયો ગયો છે. જલદી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રાજીનામું આપી શકે છે. શાંતિપૂર્ણ રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સરકારની જવાબદારી સોંપાશે. અફઘાન સેના સંપૂર્ણ રીતે તાલિબાની આતંકીઓ સામે નતમસ્તક થઈ ગઈ. 

Taliban આગળ કાબુલનું સરન્ડર! Afghanistan માં સત્તા સોંપણી અંગે ચાલુ છે વાતચીત

નવી દિલ્હી: તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ચાલી રહેલા સત્તાના સંઘર્ષમાં તાલિબાન આખરે જીતી ગયું. અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબ્જો લગભગ નક્કી થયો ગયો છે. જલદી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રાજીનામું આપી શકે છે. શાંતિપૂર્ણ રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સરકારની જવાબદારી સોંપાશે. અફઘાન સેના સંપૂર્ણ રીતે તાલિબાની આતંકીઓ સામે નતમસ્તક થઈ ગઈ. 

ન્યૂઝ એજન્સી એપીના સમાચાર મુજબ ત્રણ અફઘાન અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે તાલિબાનના આતંકીઓ કાબુલની સરહદમાં દાખલ થઈ ગયા છે. આ અગાઉ તાલિબાને તમામ બોર્ડર ક્રોસિંગને કબ્જામાં લીધી હતી. હવે તાલિબાને ટ્રાન્ઝિશન ફેઝ (સત્તા પરિવર્તન)ની માંગણી કરી છે. જેના પર અફઘાનિસ્તાનના કાર્યવાહક ગૃહમંત્રી અબ્દુલ સત્તાર મર્ઝકવાલે મહોર પણ લગાવી દીધી છે. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાનના કાર્યવાહક ગૃહમંત્રી અબ્દુલ સત્તાર મિર્ઝકવાલે કહ્યું કે કાબુલ પર હુમલો થશે નહીં. સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થશે. તેમણે કહ્યું કે કાબુલની સુરત્રાની જવાબદારી સિક્યુરિટી ફોર્સની છે. 

શાંતિપૂર્ણ રીતે સોંપાશે સત્તા
અફઘાનિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે તાલિબાનના વાર્તાકાર સત્તાના હસ્તાંતરણની તૈયારી માટે રાષ્ટ્રપતિ આવાસ જઈ રહ્યા છે. અધિકારીએ ગોપનીયતાની શતે રવિવારે જણાવ્યું કે આ મુલાકાતનો હેતુ તાલિબાનને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાનો છે. 

રાજદૂતોને રેસ્ક્યૂ કરી શકે છે ભારત
આ બધા વચ્ચે બ્રિટને પણ અફઘાનિસ્તાનાં ફસાયેલા પોતાના રાજદૂતોને રેસ્ક્યૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ માટે એક વિશેષ ટીમને પણ રવાના કરી દેવાઈ છે. જો કે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani) એ સરકારી દળોને રાજધાની કાબુલ (Kabul) માં કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે. અત્રે જણાવવાનું કે તાલિબાને રવિવારે પૂર્વ શહેર જલાલાબાદ ઉપર પણ કબ્જો જમાવી દીધો. આ ઉપરાંત કુનાર પ્રાંતની રાજધાની અસદાબાદ શહેર અને પક્તિકા પ્રાંતની રાજધાની ઉપર પણ કબ્જો જમાવી લીધો છે. 

અત્યાર સુધીમાં 20થી વધુ પ્રાંતો પર કબ્જો
આ અગાઉ શનિવારે તાલિબાને જાહેરાત કરી હતી કે તેણે ઉત્તરી ક્ષેત્રના મજાર એ શરીફ અને મૈમાના, દેશના પૂર્વ ભાગમાં ગાર્ડેઝ અને મેહતરલામ શહેરો પર કબ્જો જમાવી લીધો છે. મે મહિનામાં લડાઈ તેજ થયા બાદ તાલિબાન અત્યાર સુધીમાં 20થી વધુ પ્રાંતોની રાજધાનીઓને કબ્જાવી ચૂક્યું છે.

તાલિબાનનું નિવેદન
આ અગાઉ તાલિબાનનું નિવેદન આવ્યું હતું કે તાલિબાન કાબુલ પર તાકાતના જોરે સત્તા મેળવવા માંગતું નથી. તેઓ બધા ટ્રાન્ઝિશન ફેઝથી ઈચ્છે છે. જો સત્તા પરિવર્તન શાંતિથી થઈ જાય તો કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન નહીં કરાય. હાલ કોઈ પણ પ્રકારનો સંગર્ષ સરહદ પર નથી. તાલિબાનના આતંકીઓ કાબુલના કલાકાન, કારાબાગ અને પગમાન જિલ્લામાં પહોંચી ગયા છે. જેને લઈને સરકારમાં પણ ચિંતા છે. 

સેનાને માફ કરી રહ્યા છે
કાબુલમાં ઘૂસવાની ખબરો વચ્ચે તાલિબાન તરફથી એવું પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે તેમના તરફથી તેમના લોકોને કાબુલમાં નહીં ઘૂસવાનું અને સરહદો પર રાહ જોવાનું કહેવાયું છે. તાલિબાને કહ્યું કે તેઓ નાગરિકો કે સેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કે હુમલો નહીં કરે. તેઓ 'વાયદો' આપે છે કે તાલિબાન તે તમામને 'માફ' કરી રહ્યું છે. આ સાથે જ બધાને ઘર પર રહેવાની જ ધમકી અપાઈ છે. અને કહેવાયું છે કે કોઈ દેશ છોડવાની કોશિશ પણ ન કરે. 

આ અગાઉ તાલિબાને જલાલાબાદ ઉપર પણ કબ્જો  કર્યો હતો. ત્યારબાદ કાબુલ જ મોટું શહેર બચ્યું હતું જે તાલિબાનના આતંકીઓથી સુરક્ષિત ગણાતું હતું. જલાલાબાદ પર કબ્જો કરીને તાલિબાને રાજધાની કાબુલને દેશના પૂર્વ ભાગથી કટ કરી નાખ્યું હતું. જાણકારી મળી હતી કે જલાલાબાદના ગવર્નરે કોઈ પણ સંઘર્ષ વગર સરન્ડર કર્યું હતું. કારણ કે તેઓ નાગરિકોને નુકસાનથી બચાવવા માંગતા હતા. 

અફઘાન રાષ્ટ્રપતિનું સંબોધન
તાલિબાનના આ વધતા પ્રભાવ વચ્ચે શનિવારે પહેલીવાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અમારા દેશમાં હાલાત ખરાબ છે અને દેશ જોખમમાં છે. 

તેમણે એમ પણ કહ્યું હતું કે તાલિબાનને વધુ હિંસા ફેલાવવાની મંજૂરી નહીં અપાય. પરંતુ સ્થિતિ ખુબ ગંભીર થઈ ગઈ છે. તેમાં કોઈ શક નથી કે હવે સ્થિતિ કાબૂ બહાર ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news