Kabul માં અમેરિકાના લેટેસ્ટ એટેક પર તાલિબાનનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું?

અમેરિકા દ્વારા કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર કરાયેલા હુમલાથી તાલિબાન ભડકી ગયું છે.

Kabul માં અમેરિકાના લેટેસ્ટ એટેક પર તાલિબાનનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું?

કાબુલ: અમેરિકા દ્વારા કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર કરાયેલા હુમલાથી તાલિબાન ભડકી ગયું છે. તાલિબાને તાજા હુમલાની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ તેને કાર્યવાહી અંગે જાણકારી આપવી જોઈતી હતી. અત્રે જણાવવાનું કે કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકા બાદથી અમેરિકા ISIS ને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે કાબુલમાં અનેક જગ્યાએ રોકેટ છોડવામાં આવ્યા. આ અગાઉ રવિવારે યુએસે વિસ્ફટકો લાદેલા વાહન પર ડ્રોન હુમલો કર્યો. અમેરિકાનું કહેવું છે કે આત્મઘાતી ટુકડી કાબુલ એરપોર્ટ પર એટેક કરવા જઈ રહી હતી. 

પહેલા અમેરિકાએ આપ્યો હતો આ તર્ક
ઈરાનના સ્ટેટ મીડિયા PTV બ્રેકિંગના રિપોર્ટ મુજબ તાલિબાને અમેરિકાના હુમલાની ટીકા કરી છે. તેનું કહેવું છે કે યુએસ કોઈ પણ જાણકારી આપ્યા વગર કાબુલમાં હુમલા કરી રહ્યું છે. જો કે તાલિબાનની પ્રતિક્રિયા પર અમેરિકાનું કોઈ નિવેદન આવ્યું નથી. આ અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે કાબુલમાં ISIS ના આતંકીઓને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તેઓ એરપોર્ટ પર હુમલો કરવા જઈ રહ્યા હતા જ્યાં તેમના અનેક સૈનિકો હાજર છે. 

— PTVBreaking (@PTVBreaking1) August 30, 2021

Troops ને મળ્યું હતું ઈનપુટ
અમેરિકાએ આ સ્ટ્રાઈકને આત્મરક્ષામાં ઉઠાવેલું પગલું ગણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી AP ના રિપોર્ટ મુજબ અમેરિકી સેન્ટ્રલ કમાનના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને જણાવ્યું કે અમેરિકી સૈન્ય દળોએ કાબુલમાં આત્મરક્ષામાં ડ્રોન દ્વારા એક વાહનને નિશાન બનાવ્યું. આ કાર્યવાહીના કારણે હામિદ કરઝઈ એરપોર્ટ પર ઈસ્લામિક સ્ટેટ તરફથી હુમલાનું એક મોટું જોખમ ટળ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે લક્ષ્ય પર નિશાન સાધવામાં સફળ રહ્યા. અમને વાહનમાં ભારે પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી હોવાનું ઈનપુટ મળ્યું હતું. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી. 

— ANI (@ANI) August 30, 2021

આજે અનેક રોકેટનો મારો થયો
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આજે સવારે અનેક રોકેટ છોડેલા જોવા મળ્યા. ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે 5 રોકેટ કાબુલ એરપોર્ટ પર છોડવામાં આવ્યા હતાં. પરંતુ એક મિસાઈલ સિસ્ટમે તેને ઈન્ટરસેપ્ટ કરી લીધા અને તોડી પાડ્યા. મળતી માહિતી મુજબ આ રોકેટ ખેબર ખાન વિસ્તારથી એક કારમાંથી એરપોર્ટ તરફ છોડવામાં આવ્યા. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ સોમવારે સવારે કાબુલ સિટીમાં રોકેટથી હુમલો થયો. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ ખૈર ખાના વિસ્તારમાંથી એક કારમાંથી કાબુલ એરપોર્ટ તરફ રોકેટ છોડાયા. 

એરપોર્ટ તરફ ઓછામાં ઓછા 5 રોકેટ છોડવામાં આવ્યા. પરંતુ મિસાઈલ સિસ્ટમે આ હુમલો નિષ્ફળ કર્યો. એક અમેરિકી અધિકારીના હવાલે રોયટર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે અમેરિકાએ મંગળવાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાનું મિશન પૂરું કરવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news