એક બીજાને ભેટીને સુતા હતા હાડપિંજર! જેની સામે તાજમહેલવાળા પ્રેમના પણ ચણાય ના આવે

દુનિયા અનેક વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે, આપણી આજુ-બાજુ કેટલીક એવી વસ્તુઓ છે. જેને આપણે જોઈ પણ નથી શકતા. થોડા સમય પહેલાં જ આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટે 2 પ્રેમી જોડાના 1500 વર્ષ જૂના હાડપિંજરને શોધ્યા છે.

એક બીજાને ભેટીને સુતા હતા હાડપિંજર! જેની સામે તાજમહેલવાળા પ્રેમના પણ ચણાય ના આવે

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રેમની અને પ્રેમીઓની વાત આવે ત્યારે હંમેશા તાજમહેલની વાતો કરવામાં આવતી હોય છે. જેમાં શાહજહાંએ તેની બેગમ મુમતાઝના મોત બાદ તેની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. પણ અહીં અમે જે પ્રેમી પંખીડાઓની વાત કરી રહ્યાં છીએ તેની સામે તો શાહજહાં અને તેનો તાજમહેલવાળો પ્રેમ પણ ફેઈલ છે. બે પ્રેમી પંખીડાના હાડપિંજર એક બીજાને ભેટીને સુતેલા જોવા મળ્યાં. આ વાત એક બે મહિનાની કે એક બે વર્ષની નથી, પણ આ વાત છે સદીઓ જૂની. જીહાં સદીઓ જૂના હાડપિંજરે દુનિયાને ચોંકાવી દીધી. 

થોડા સમય પહેલાં ચીનના આર્કિયોલૉજીક્લ ડિપાર્ટમેન્ટે 1500 વર્ષ જૂના પ્રેમી પંખીડાઓને શોધી કાઢ્યા છે. બંનેને મર્યાને 15 સદી થઈ ગઈ છે. પણ હજુ સુધી તેઓ અલગ નથી થયા. એવું લાગે છે આ પ્રેમી પંખીડાના હાડપિંજર પણ તેમના પ્રેમની સાબિતી આપે છે. બંનેના હાડપિંજર આજે પણ એક બીજાને ભેટીને સુતા છે. ચીનનું આર્કિયોલૉજીકલ વિભાગે શાંગ્જી પ્રાંતમાં એક પુરુષ અને એક સ્ત્રીનું હાડપિંજર શોધી કાઢ્યો છે. જે બનંને એકબીજાને ભેટીને જમીનમાં દફન છે. આ હાડપિંજર 1500 વર્ષ જુના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ક્યાં મળી આ બંનેની કબ્રઃ
ઉત્તરી ચીનના શાંગ્જી પ્રાંતમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે, એક કબ્રસ્તાનના ખોદકામ દરમિયાન આ બંનેની કબ્ર મળી આવી હતી. બંને હાડપિંજરોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પુરુષની હાઈટ 5 ફૂટ 4 ઈંચ હતી અને તેની મોત 29થી 35 ઉમર વચ્ચે થઈ હતી.

એક બીજાને ભેટેલા કેમ હતા આ હાડપિંજરઃ
બીજી બાજુ મહિલાનું હાડપિંજર 5 ફૂટ 2 ઈંચનું હતું. તેના પ્રેમીની મોત બાદ મહિલાએ પણ પોતાના જીવનનો ત્યાગ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

પ્રેમની મિસાલ આ હાડપિંજરઃ
વૈજ્ઞાનિકોના મતે આવા અમર પ્રેમના ઉદાહરણ ખૂબ જ ઓછા જોવા મળે છે. હાજપિંડર જોઈને એવું લાગે છે કે, મર્યા બાદ પણ બીજી દુનિયામાં પ્રેમને કાયમ રાખવા માટે પતિ-પત્ની સાથે દફન થયા હતા. બંનેને તેમની મર્જીથી આ રીતે દફન કરાયા હોય તવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેથી બીજી દુનિયામાં પણ બંને જોડે રહી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news