વિદ્યાર્થીએ ટીચરને કોરો કાગળ આપ્યો છતાં મળ્યાં પૂરેપૂરા માર્ક્સ, કારણ જાણી માથું ખંજવાળશો

ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે તમને શિક્ષકે કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય કે એસાઈન્મેન્ટ આપ્યું હોય અને બતાવવાના સમયે તમે કોરો કાગળ બતાવો અને ફૂલ માર્ક્સ મળે.

વિદ્યાર્થીએ ટીચરને કોરો કાગળ આપ્યો છતાં મળ્યાં પૂરેપૂરા માર્ક્સ, કારણ જાણી માથું ખંજવાળશો

નવી દિલ્હી: ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે તમને શિક્ષકે કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય કે એસાઈન્મેન્ટ આપ્યું હોય અને બતાવવાના સમયે તમે કોરો કાગળ બતાવો અને ફૂલ માર્ક્સ મળે...તમને જણાવી દઈએ કે આવું બન્યું છે. એટલે કે એક વિદ્યાર્થીએ શિક્ષકે આપેલા એસાઈન્મેન્ટમાં જ્યારે બતાવવાનો સમય આવ્યો તો કોરો કાગળ બતાવ્યો અને તેને ફૂલ માર્ક્સ મળી ગયાં. તેની પાછળ એક રસપ્રદ કહાની છે. 

એમી (19) હાગા એક જાપાનીઝ વિદ્યાર્થી છે. મી યુનિવર્સિટી નિન્ઝા ક્લબનો મેમ્બર  છે. જેને નિન્ઝા કલ્ચર પર અસાઈન્મેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ટીચર યમાદાએ વચન આપ્યું હતું કે તેઓ ક્રિએટિવીટી માટે અલગથી નંબર આપશે. એમીએ અસાઈન્મેન્ટ લખવા માટે પોતે જ અદ્રશ્ય શાહી તૈયાર કરી. યુજી બતાવે છે કે જ્યારે એમીએ તેમને પોતાનું એસાઈન્મેન્ટ આપ્યું તો કોરા કાગળ સાથે એક મેસેજ કાર્ડ પણ હતું. જેના પર લખ્યું હતું કે વાંચતા પહેલા તેને આગ પાસે લઈ જાઓ. આ બાજુ એમી અને તેમના ક્લાસને હાલમાં જ ફૂર્તીલા હત્યારાઓ પર વધુ સમજ વિક્સાવવા માટે મ્યુઝિયમ લઈ જવામાં આવ્યાં હતાં. અસાઈન્મેન્ટ તે સંબંધે જ હતું. 

જુઓ LIVE TV

યુજી કહે છે કે તે સમજી ગઈ કે અસાઈન્મેન્ટ વાંચવા માટે ઘર પર સ્ટવની ઉપર રાખવું પડશે. એમીએ નિન્ઝા આર્ટના રેકોર્ડ્સમાં જે પણ લખ્યું તે દોહરાવ્યું છે. તેણે એ સાબિત કર્યું કે જે લખ્યું છે તે અસલમાં કામ કરે છે. યુજી તેનાથી ઘણી પ્રભાવિત થઈ. આવામાં યુજીએ એમીને એ ગ્રેડ આપ્યો. એમીએ પહેલા સોલાબીન્સને આખી રાત પાણીમાં રાખ્યું અને પછી તેને નીચોવીને તેની પેસ્ટ બનાવી એક ઈન્ક તૈયાર કરી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news