નવા વર્ષે પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, પેટ્રોલથી માંડીને લોટ સુધ્ધાં 'મોંઘો'
પહેલાંથી જ કમરતોડ મોંઘવારીનો શિકાર પાકિસ્તાન (Pakistan)ના લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel), રસોઇ ગેસ (LPG) તથા લોટના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો ભાવ વધીને 116 રૂપિયા 60 પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે.
Trending Photos
ઇસ્લામાબાદ: પહેલાંથી જ કમરતોડ મોંઘવારીનો શિકાર પાકિસ્તાન (Pakistan)ના લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel), રસોઇ ગેસ (LPG) તથા લોટના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો ભાવ વધીને 116 રૂપિયા 60 પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે.
ડીઝલના ભાવમાં 3 રૂપિયા 10 પૈસાનો વધારો થયો છે. હવે એક લીટર ડીઝલની કિંમત 127 રૂપિયા 26 પૈસા થઇ ગઇ છે.
સૌથી મોટો ઝટકો ઘરેલૂ રાંધણ ગેસના સિલિન્ડરે આપ્યો છે. 11.8 કિલોના એક ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત એક ઝાટકે 227 રૂપિયા 79 પૈસા વધી ગઇ છે. હવે એક સિલિન્ડરની કિંમત 1513.69 રૂપિયાથી વધીને 1791.48 રૂપિયા થઇ ગઇ છે. કેરોસીનના ભાવમાં 3 રૂપિયા 10 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
ફક્ત પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા નથી થયા પરંતુ સરકારે લોટની કિંમતમાં પણ ભારે વધારો કરી દીધો છે. બલોચિસ્તાનમાં લોટના 20 કિલોના થેલાના ભાવમાં 80 રૂપિયાનો વધારો કર્યો છે. હવે 20 કિલો લોટના થેલો 1100 રૂપિયામાં મળી રહ્યો છે.
કરાચીમાં તો લોટ એના કરતાં પણ મોંઘો મળી રહ્યો છે. અહીં દસ કિલોના લોટના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે દસ કિલો લોટના થેલાની કિંમત 700 રૂપિયા થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે