11 રૂપિયામાં હગ કરો અને 115 રૂપિયામાં કિસ...રેટ કાર્ડ સાથે રસ્તા પર બેઠેલી છોકરીઓ, જાણો શું છે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સર્વિસ!

હવે તમે ભાડા પર ગર્લફ્રેન્ડ બનાવી શકો છો. એટલે કે કેટલાક કલાકો કોઈ યુવતીને પૈસા આપી તેને તમારી પ્રેમિકા બનાવી શકો છો. આ કલાકો દરમિયાન યુવતી તમારી સાથે એક પ્રેમિકાની જેમ રહે છે. 
 

11 રૂપિયામાં હગ કરો અને 115 રૂપિયામાં કિસ...રેટ કાર્ડ સાથે રસ્તા પર બેઠેલી છોકરીઓ, જાણો શું છે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સર્વિસ!

નવી દિલ્હીઃ દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. લોકોના વિચાર અને વેપાર કરવાની રીત પણ બદલાઈ રહી છે. કાલ સુધી પ્રેમ દ્વારા લોકો એકબીજાની નજીક આવતા હતા અને એક સાચો સંબંધ સ્થાપિત કરતા હતા, પરંતુ હવે આ બધુ પૈસાથી થઈ રહ્યું છે. આજે અમે તમને જે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સર્વિસ વિશે જણાવવાના છીએ તે જાણી તમે પણ ચોકી જશો. 

શું છે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સર્વિસ
દુનિયાના ઘણા દેશોમાં તમે ભાાડા પર ગર્લફ્રેન્ડ બનાવી શકો છો. એટલે કે કેટલાક કલાકો માટે તમે કોઈ યુવતીને પૈસા આપી તેને પ્રેમિકા બનાવી શકો છો. આ કલાકોમાં તે યુવતી તમારી સાથે તે રીતે રહેશે, જેમ એક પ્રેમિકા પ્રેમી સાથે રહે છે. ચીન આ મામલામાં અન્ય દેશોથી આગળ નિકળી ગયું છે. ત્યાં રસ્તાઓ પર યુવતીઓનું એક ગ્રુપ (જે પોતાને સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ કહે છે) પોતાના પ્રાઇઝ ચાર્ટને લઈને બેઠી છે અને 18 વર્ષથી મોટી ઉંમરના યુવકોને સર્વિસ આપે છે. 

ક્યાં પ્રકારની મળે છે સર્વિસ
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે આ સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ ચીનમાં આ દિવસોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની તરફ ખાસ કરીને સિંગલ યુવાન છોકરાઓ આકર્ષિત થઈ રહ્યાં છે. જો કોઈ યુવાન છોકરો આ સ્ટ્રીટ ગર્લફ્રેન્ડની સર્વિસ લેવા ઈચ્છે છે અને પોતાનું એકાંત દૂર કરવા ઈચ્છે છે તો તેણે અલગ-અલગ સર્વિસ માટે અલગ-અલગ કિંમત ચુકવવી પડે છે. 

જેમ કે યુવક માત્ર ગળે લગાવવા ઈચ્છે છે તો તે માટે તે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડને 1 યુઆન આપશે. ભારતીય રૂપિયામાં તે 11 રૂપિયા થાય છે. જો સ્ટ્રીટ ગર્લફ્રેન્ડને કિસ કરવા ઈચ્છે છે તો 15 યુઆન ચુકવવા પડશે. ભારતીય રૂપિયામાં તે લગભગ 115 રૂપિયા થાય છે. 

અન્ય કઈ-કઈ સર્વિસ મળે છે
કિસ અને હગ સિવાય પણ આ સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સર્વિસ આપે છે. જેમ કે તમે ઈચ્છો છો કે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ તમારી સાથે ફિલ્મ જુએ તો તે માટે 15 યુઆન ચુકવવા પડશે. જો તમે ઈચ્છો કે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ તમારી સાથે ઘરે આવે અને તમારા ઘરના કામમાં મદદ કરે તો તે માટે 20 યુઆન ખર્ચ કરવા પડશે. આ સિવાય તમે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સાથે બેસી ડ્રિંક કરવા ઈચ્છો છો તો તે માટે 40 યુઆન ખર્ચ કરવા પડશે. ભારતીય રૂપિયામાં 40 યુઆન એટલે 461 રૂપિયા થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news