મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ સળગી ઉઠ્યું શ્રીલંકા, દેશભરમાં કર્ફ્યૂ, હિંસામાં એક સાંસદનું મોત
Sri Lanka Crisis update: આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
Trending Photos
કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. શ્રીલંકામાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે સાંસદ અમરકીર્તિ અથુકોરલાનું મોત થઈ ગયુ છે. અધિકારીઓએ માહિતી આપી કે સાંસદ પર નિટ્ટુંબુવામાં કારને રોકી ગોળીબારી કરી અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બાદમાં તેમનો મૃતદેહ મળ્યો છે. શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં પ્રદર્શનમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે અને 139 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
દેશભરમાં કર્ફ્યૂ લાગૂ
સરકારના સમર્થક જૂથે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા બાદ રાજધાની કોલંબોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના પ્રવક્તાએ કહ્યુ કે, આગામી નોટિસ સુધી તત્કાલ પ્રભાવથી દેશભરમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.
સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
બ્રિટન પાસેથી 1948માં આઝાદી મેળવ્યા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં વિદેશી મુદ્રાની કમીને કારણે આર્થિક સંકટ ઉભુ થયું છે. શ્રીલંકાની સરકાર ખાદ્ય પદાર્થો અને ઈંધણની આયાત કરવા માટે નાણા ચુકવી શકતી નથી.
હજારો લોકો રસ્તા પર
શ્રીલંકામાં નવ એપ્રિલથી હજારો લોકો રસ્તા પર છે, કારણ કે સરકારની પાસે આયાત કરવા માટે પૈસા નથી. દેશમાં જરૂરી વસ્તુઓની કિંમત આસમાને પહોંચી ગઈ છે. લોકોને બે ટકનું ભોજન પણ મળી રહ્યું નથી.
આખરે પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામું
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મહત્વનું છે કે દેશમાં લોકો સતત વિરોધ પ્રદર્શન કરી તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં હતા. શ્રીલંકાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થવાને કારણે રાજપક્ષે પરિવાર સંકટનો સામનો કરી રહ્યો છે. અહીં સરકાર વિરુદ્ધ લોકો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને મહિન્દા રાજપક્ષે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ રશિયા વિરુદ્ધ 'યુદ્ધ નાયક' બન્યો યુક્રેની ડોગ, અનેક લોકોની જિંદગી બચાવી, ઝેલેન્સ્કીએ સન્માન કર્યુ
એક મહિનાની અંદર બીજીવાર લાગ્યો આપાતકાલ
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં સહાયતા માટે સૈન્યના જવાનોને વિરોધ પ્રદર્શન સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે કેબિનેટની બેઠક બાદ રાષ્ટ્રપતિએ શુક્રવારે મધ્યરાત્રિથી ઇમરજન્સીની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે શ્રીલંકામાં એક મહિનાની અંદર બીજીવાર આપાતકાલ લાગૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકા પોતાની આઝાદી બાદથી સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટ વિદેશી મુદ્રાને કારણે ઉભુ થયું છે. દેશમાં જીવન જરૂરી વસ્તુમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સરકાર વિરુદ્ધ લાંબા સમયથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે