Spain માં છ મહિના બાદ સમાપ્ત થયું કોરોના લૉકડાઉન, દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડાથી સ્વાગત
Spain Covid 19 Curfew Parties: સ્પેનમાં કોરોના વાયરસ લૉકડાઉન હટ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાર્ટી કરી. લોકો દારૂનો નશો કરી ડાન્સ કરતા જોવા મળ્યા. આ વચ્ચે નિષ્ણાંતોએ પાર્ટી કરવા પર ચેતવણી આપી છે.
Trending Photos
મેડ્રિડઃ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રહેલા સ્પેનમાં છેલ્લા છ મહિનાથી રાતના સમયે ચાલી રહેલા કોરોના વાયરસ લૉકડાઉન (Corona virus lockdown) ને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉન ખતમ થવાની જાહેરાત બાદ લોકો જશ્નના મૂડમાં આવી ગયા. સ્પેનના રસ્તા પર નવા વર્ષના જશ્નની જેમ લોકો માસ્ક વગર રસ્તા પર ઉતરી આવ્યા અને દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડા ફોડી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
મોટી સંખ્યામાં ભેગા થયેલા લઓકોએ સ્વતંત્રતાના નારા લગાવ્યા અને ખુબ દારૂ પીધો. તો યુવા કપલે જાહેરમાં કિસ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધી જાહેર સ્થળે દારૂ પીવા પર હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જાણવા મળ્યું કે, આ દરમિયાન પાર્ટી કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તાજા નિયમ પ્રમણે રાત્રે 11 કલાકથી પ્રતિબંધ યથાવત છે અને ત્યારબાદ ભેગા થવાની મંજૂરી નથી.
બાર્સિલોના અને મેડ્રિડમાં યુવાનોએ કરી પાર્ટી
જાણવા મળી રહ્યું છે કે સ્પેનના બે મોટા શહેરો બાર્સિલોના અને મેડ્રિડમાં યુવાઓએ ખુબ પાર્ટી કરી. આ દરમિયાન નાગરિકોના માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ પર ધ્યાન ન આપતા નિષ્ણાંતો ભડકી ગયા છે. આવા વ્યવહાર પર એક મુખ્ય નિષ્ણાંતે ચેતવણી આપી કે મહામારીને ગંભીરતાથી ન લેવી ભારે પડી શકે છે કારણ કે તે હજુ સમાપ્ત થઈ નથી.
ડીપીએ ન્યૂઝ એજન્સી અનુસાર સ્પેનના મહામારી વિજ્ઞાન સોસાયટીના અધ્યક્ષ એલેના વેનેસા માર્ટિનેજે રાષ્ટ્રીય દૈનિક એલ પાઇસના હવાલાથી કહ્યુ કે, હજુ ઘણા લોકો સંક્રમિત છે, જે વાયરસ ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે, વધુ સંપર્ક વાળા લોકો વધુ સંક્રમણનું કારણ બની શકે છે. દેશભરમાં રાત્રી કર્ફ્યૂ સહિત, રવિવારે રાતથી મોટાભાગના પ્રતિબંધો સમાપ્ત થઈ ગયા. હજુ કેટલીક જગ્યાએ પ્રતિબંધ લાગૂ છે. સ્પેનની વામપંથી સરકારે પણ સાવધાની રાખવાનો આગ્રહ કર્યો છે. ઉપ પ્રધાન મંત્રી કારમેન કેલ્વોએ શનિવારે કહ્યુ કે, મહામારી હજુ સમાપ્ત થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે