સમગ્ર ગુજરાત માટે લડી રહ્યો છે એક જિલ્લો, મોટા ભાગનું ઓક્સિજન અહીં ઉત્પાદન થાય છે

હાલ ભાવનગર શહેર અને જિલ્લાનાં 400 ની આસપાસ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં મોટાભાગનાં પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ રહી. હાલ ભાવનગર શહેરમાં હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. આવા સંજોગોમાં કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઇ રહ્યા છે, તેમને પણ ઓક્સિજનની ખુબ જ જરૂરિયા પેદા થઇ છે. 
સમગ્ર ગુજરાત માટે લડી રહ્યો છે એક જિલ્લો, મોટા ભાગનું ઓક્સિજન અહીં ઉત્પાદન થાય છે

ભાવનગર : હાલ ભાવનગર શહેર અને જિલ્લાનાં 400 ની આસપાસ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં મોટાભાગનાં પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ રહી. હાલ ભાવનગર શહેરમાં હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. આવા સંજોગોમાં કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઇ રહ્યા છે, તેમને પણ ઓક્સિજનની ખુબ જ જરૂરિયા પેદા થઇ છે. 

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ઓક્સિજનની ખુબ જ અછત જોવા મળી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય સ્થિતિએ જગ્યાએ આ વખતે ચાર ગણુ ઓક્સિજનની જરૂરિયાત પેદા થઇ છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ લોકોને ઘરે ફ્રીમાં ઓક્સિજન પુરો પાડી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં જેટલું ઓક્સિજન ઉત્પાદન થાય છે તેનાથી મોટાભાગનું ઉત્પાદન માત્ર ભાવનગરમાં જ થઇ રહ્યું છે. ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને રોલિંગ મિલોના કારણે મોટા પ્રમાણમાં ભાવનગર શહેર અને આસપાસનાં વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ મોટા પ્રમાણમાં આવેલા છે. સરકાર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે કે, દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી માણસને બેસાડી  દેવામાં આવે છે. ત્યાંથી ઓક્સિજનનો જથ્થો દરેક હોસ્પિટલને તેની જરૂરિયાત અનુસાર મળી રહે તે માટેનું આયોજન થઇ રહ્યું છે. હાલના સંજોગોમાં ભવિષ્યમાં ભાવનગરને ઓક્સિજનની તંગી નહી પડે. ભાવનગર ગુજરાતને પણ ઓક્સિજનની તંગી નહી પડવા દે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news