કોરિયન રાષ્ટ્રપતિને લાગી ‘મોદી ધૂન’ : મોદી જેકેટ પહેરીને જાય છે ઓફિસ
Trending Photos
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરેક અંદાજે આગવો હોય છે. તેમની આદત અને શોખ લોકોમાં પોપ્યુલર થતા વાર લાગતા નથી. પછી તે તેમનું ફૂડ હોય, ડ્રેસિંગ સ્ટાઈલ હોય, ફોટો પાડવાની મુદ્રા હોય કે પછી તેમના યોગ હોય. તેમના આવા જ એક શોખના દિવાના થયા છે કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે. તેમણે ટ્વિટર પર એવા ફોટોઝ મૂક્યા છે, કે તેમનો મોદીમય શોખ સ્પષ્ટ દેખાઈ આવે છે.
સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ તેમની એક ટ્વિટને કારણે ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે મોદી જેકેટ્સ પહેરેલી તસવીરો શેર કરી છે. તેમણે આજે સતત પાંચ ટ્વિટમાં મોદી જેકેટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેટલાક જેકેટ્સ મોકલ્યા છે. આ તમામ ભારતીય પરંપરાના આધુનિક જેકેટ છે. જે મોદી જેકેટના નામથી ફેમસ છે. હવે તે સરળતાથી કોરિયામાં મળી શકે છે.
During my visit to India, I had told the Prime Minister @narendramodi that he looked great in those vests, and he duly sent them over, all meticulously tailored to my size. I would like to thank him for this kind gesture. pic.twitter.com/wRgekJSW16
— 문재인 (@moonriver365) October 31, 2018
ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જેએ લખ્યું છે કે, જ્યારે હું ભારતની મુલાકાતે ગયો હતો, તો મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, તમારી જેકેટ બહુ જ સારુ લાગે છે. તે દરમિયાન તેમણે મારા જેકેટનું માપ લીધું હતું અને યાદ રાખીને મને આવા જેકેટ બનાવીને મોકલ્યા હતા.
얼마전 모디 총리께서 한글 트윗으로 서울평화상 수상 소감을 올리신 걸 보고, 배려심에 감동했습니다. 진심으로 축하드립니다. https://t.co/ZLwBWAYLZh pic.twitter.com/1wNaZ1pHmI
— 문재인 (@moonriver365) October 31, 2018
ત્યારે હવે રાષ્ટ્રપતિ મૂન જેએ પીએમ મોદી દ્વારા મોકલાયેલ જેકેટ્સ પહેરેલી તસવીરો શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે, મૂન જેની પાછળ અનેક આવા જેકેટ્સ ટિંગાડાયેલા છે. હવે કોરિયાઈ રાષ્ટ્રપતિ મોદી જેકેટ પહેરીને ઓફિસ પણ જવા લાગ્યા છે. મૂન જે આ દિવાળીએ ફરીથી ભારતના પ્રવાસે આવવાના છે, ત્યારે તેઓ મોદી જેકેટ્સ પહેરેલા જોવા મળે તો નવાઈ નહિ.
Prime Minister @narendramodi of India sent me some gorgeous garments. These are modernized versions of traditional Indian costume, known as the ‘Modi Vest’, that can also be worn easily in Korea. They fit perfectly. pic.twitter.com/3QTFIczX6H
— 문재인 (@moonriver365) October 31, 2018
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના પહેરવેશને લઈને ચર્ચામાં રહે છે. 15 ઓગસ્ટ પર લાલ કિલ્લાના પ્રાચીરથી ધ્વજ લહેરાવવા દરમિયાન તેમનો સાફો પણ ચર્ચામાં રહ્યો હતો. તેમજ એકવાર ગણતંત્ર દિવસના સમારોહ પણ તેમણે પહેરેલા સૂટને કારણે ભારે વિવાદ જાગ્યો હતો. આ ઉપરાંત તે જે પણ રાજ્યમાં જાય છે, ત્યારે ત્યાંના પારંપરિક વેશભૂષામાં નજર આવે છે. તેથી વિપક્ષ તેમની સરકારને સૂટબૂટની સરકાર કહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે