પુત્રને મોબાઇલ આપવો ભારે પડ્યો! લાગી ગયો 1 હજાર ડોલરનો ચૂનો

કીથ સ્ટોનહાઉસ નામના વ્યક્તિએ તેનો ફોન તેના 6 વર્ષના પુત્ર ચેસની ગેમ રમવા માટે આપ્યો હતો, ત્યારે તેને અપેક્ષા નહોતી કે આ પગલું ભારી પડશે.

પુત્રને મોબાઇલ આપવો ભારે પડ્યો! લાગી ગયો 1 હજાર ડોલરનો ચૂનો

Shocking news: શું કોઈ ટનમાં પણ ખાવાનો ઓર્ડર આપે છે, તમારો જવાબ હશે ના, પરંતુ આવું એક વ્યક્તિ સાથે થયું છે જેને પોતાના પુત્રને મોબાઈલ આપવા માટે કિંમત ચૂકવવી પડી હતી. બાળકે તેના પિતાનો મોબાઈલ વાપરીને ભોજનનો ઓર્ડર આપી દીધો. બાળકે થોડું નહીં પરંતુ બલ્ક ઓર્ડર પ્લેસ કર્યો હતો.

જ્યારે કીથ સ્ટોનહાઉસ નામના વ્યક્તિએ તેનો ફોન તેના 6 વર્ષના પુત્ર ચેસની ગેમ રમવા માટે આપ્યો હતો, ત્યારે તેને અપેક્ષા નહોતી કે આ પગલું ભારી પડશે.

દીકરાએ ફુડ ડિલિવરી એપ ખોલીને ફૂડ ઓર્ડર કર્યો, કહેવાય છે કે તેણે આ ફૂડ ટનમાં મગાવ્યું હતું, આ ફૂડની કુલ કિંમત એક હજાર ડૉલર હતી, તે એટલું બધું હતું કે પડોશીઓને ફૂડ વહેંચવું પડ્યું. 

કીથ સ્ટોનહાઉસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે તેના પુત્રએ 82233.50 રૂપિયાની કિંમતના ફુડનો ઓર્ડર આપ્યો હતો, પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, 'મારા શોક થવાની કલ્પના કરો.

વાસ્તવમાં પિતાને લાગતું હતું કે બાળક વીડિયો ગેમ રમી રહ્યો છે, તેથી તેણે વધારે પરેશાન ન કર્યું અને બાળક મોબાઈલમાં વ્યસ્ત રાખ્યો, પરંતુ અહીં આ બાળકે ગેમ સિવાય ફૂડનો ઓર્ડર આપ્યો, તે પણ મોટી માત્રામાં, જેના માટે તેના પિતાએ ચૂકવણી કરવી પડી. ખોરાકનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો કે ખોરાક પાડોશીઓને પણ વહેંચવો પડ્યો હતો, આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news