Ethiopia માં 500 થી વધારે મહિલાઓ સાથે Rape, પાડોશી દેશ Eritrea ના સૈનિકો પર આરોપ
આફ્રીકી દેશ ઇથિયોપિયા (Ethiopia) ના તિગરા (Tigray) વિસ્તારમાં આશ્વર્યજનક ઘટના સામે આવી છે. ત્યાં મહિલાઓ સાથે રેપના (Rape) લગભગ 500થી વધુ કેસ સામે આવ્યા છે
Trending Photos
ન્યૂયોર્ક: આફ્રીકી દેશ ઇથિયોપિયા (Ethiopia) ના તિગરા (Tigray) વિસ્તારમાં આશ્વર્યજનક ઘટના સામે આવી છે. ત્યાં મહિલાઓ સાથે રેપના (Rape) લગભગ 500થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યાં પુરૂષોને તમામ લોકોની સામે પોતાના પરિવારની જ મહિલાઓ સાથે બળાત્કાર માટે મજબૂર કરવામાં આવે છે. સયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) નું કહેવું છે કે ગેંગરેપના કેસની સાચી સંખ્યા તેનાથી પણ વધુ હોય શકે છે.
પરિવારના સભ્યો સાથે રેપ કરાવવાનો આરોપ
ઇથિયોપિયામાં UN તરફથી ઉપ સહાયક સમન્વયક Wafaa એ ન્યૂયોર્કમાં કહ્યું 'પીડિત મહિલાઓનું કહેવું છે કે તેમની સાથ સશસ્ત્ર લોકોએ રેપ (Rape) ગુજાર્યો. ઘણી મહિલાઓએ ગેંગરેપ પરિવારના લોકો સામે રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પરિવારિક સભ્યો દ્રારા રેપ કરાવવાની કહાણી પણ સંભળાવી છે. તેમણે કહ્યું કે ઇથિયોપિયામાં બનેલા 5 મેડિકલ ફેસિલિટી સેન્ટર Mekelle, Adigrat, Wukro, Shire અને Axum માં રેપના 516 રિપોર્ટ કરવામાં આવ્યા છે.
ઘણી વધુ હોઇ શકે છે પીડિતોની સંખ્યા
Wafaa એ કહ્યું 'આ તથ્યને જોતાં મોટાભાગના સ્વાસ્થ્ય સુવિધાઓ કામ કરી રહી નથી. બળાત્કાર સાથે જોડાયેલ કલંકથી મહિલાઓ તેને ઉત્પીડન વિશે જણાવતાં ખચકાય છે. એવામાં અનુમાન છે કે વાસ્તવિક સંખ્યા તેનાથી વધુ હોઇ શકે છે. UN ની બેઠકમાં સોમવારે તિગરેમાં લોકો પર થયેલી ગોળીબારી અને રેપ લક્ષિત હુમલાને બંધ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ અત્યાચારોના વિશે ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિન્કેનએ તેને સમુદાયના નરસંહારનું કાવતરું ગણાવ્યું છે. ઇથિયોપિયાએ બ્લિન્કેનના આરોપને નાકારી કાઢ્યા છે.
પાડોસી દેશ Eritrea ના સૈનિકો પર આરોપ
મીડિયા રિપોર્ટ અનુસાર ટાઇગ્રેમાં (Tigray) રહેતા લોકોનું કહેવું છે કે, આ લુંટ અને અત્યાચાર પાડોશી દેશ ઇરિટ્રિયાના (Eritrea) સૈનિકોએ કર્યો છે. તેમનું કહેવું છે કે, ઇરિટ્રિયાના સૈનિકો દરરોજ તેમના ઘરોને સળગાવી રહ્યા છે. તેમની મહિલાઓ સાથે ગેંગ રેપ કરવામાં આવી રહ્યો છે અને પાકને આગ લગાવવામાં આવી રહી છે.
ઇથિયોપિયાએ ફેક્ટ ફાઇન્ડિંગ મિશન બનાવ્યું
UN માં તૈનાત ઇથિયોપિયાના (Ethiopia) રાજદૂત Taye Atskeselassie Amde નું આ ઘટનાઓ પર કહેવું છે કે, તેમની સરકારે યૌન હિંસાના આરોપને ખુબજ ગંભીરતાથી લીધો છે. આ મામલે તપાસ માટે એક ફેક્ટ ફાઇન્ડિંગ મિશનને તૈનાત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇથિયોપિયામાં યૌન આપરાધો માટે એક શૂન્ય-સહિષ્ણુતાની નીતિ છે. જો કોઇ આ ગુનામાં સામેલ છે તો તેને કડક સજા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે