અમેરિકામાં ભારતીયની કાર પર અચાનક પ્લેન પડ્યું, PHOTOS જોઈને સ્તબ્ધ થશો
અમેરિકાના ટેક્સાસમાં બુધવારે એક હચમચાવી નાખે તેવો કિસ્સો જોવા મળ્યો.
Trending Photos
ન્યૂયોર્ક: અમેરિકાના ટેક્સાસમાં બુધવારે એક હચમચાવી નાખે તેવો કિસ્સો જોવા મળ્યો. ડ્રગ ઈન્ફોર્સમેન્ટ એજન્સીનું એક નાનુ પ્લેન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થઈને રસ્તામાં જઈ રહેલી એક કાર સાથે ટકરાઈ ગયું. આ કાર એક ભારતીય પરિવારની હતી. જે સમયે કાર સાથે પ્લેન ટકરાયું ત્યારે કારમાં પિતા અને પુત્ર સાથે હતાં. આ અકસ્માત શુગર લેન્ડ વિસ્તારમાં એક હાઈવે પર થયો. અકસ્માતમાં કેટલીક કારો પણ પ્લેનની ચપેટમાં આવી ગઈ. પરંતુ સૌથી વધુ નુકસાન ભારતીય પરિવારની ટેસ્લા કારને થયું.
આ ટેસ્લા કાર ભારતીય મૂળના ઓનિયલ કુરુપની હતી. આ અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું. પરંતુ સારી વાત એ હતી કે પિતા અને પુત્ર બચી ગયાં. ત્યારબાદ ઓનિલે પોતાના ફેસબુક પેજ પર આ ઘટનાની તસવીરો શેર કરી અને લખ્યું કે ભગવાને અને આ કારે અમને બચાવી લીધા. તેમની સાથે પુત્ર આરવ પણ હતો.
તેમણે લખ્યું કે આ ચમત્કાર જ છે કે આ અકસ્માતમાં કોઈ ઘસરકો પણ પડ્યો નથી. લોકોને તો વિશ્વાસ જ ન આવ્યો કે હું અને મારો પુત્ર આ ક્રેશમાંથી બચી ગયાં અને અમને કઈ થયું નહીં. તેમણે લખ્યું છે કે જ્યારે પત્નીને ખબર પડી તો તે હસી પડી અને તેને વિશ્વાસ જ ન આવ્યો. કુરુપની આ પોસ્ટ થોડા સમયમાં જ ખુબ વાઈરલ થઈ ગઈ. એટલું જ નહીં ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જાણીને ખુશ છું કે તમે લોકો એકદમ સુરક્ષિત છો.
TESLA Model X involved in a plane crash. And no, it was not the fault of TESLA or the driver. That's why I love my TESLA. Safe vehicle. @elonmusk @Tesla @alphacali pic.twitter.com/QN2y7u0MuY
— Primadanna (@primadanna) September 20, 2018
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ એક ગ્રુપ ફ્લાઈટ ટ્રેનિંગનો અભ્યાસ કરી રહ્યું હતું. તે સમયે નાનકડા પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા આવી ગઈ. આવામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ અકસ્માતમાં પ્લેનના એજન્ટને થોડી ઈજા થઈ અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે