ઈથોપિયા પ્લેન ક્રેશ: ભારતીય પરિવારના 6 સભ્યોના મોત, સુષમાએ દૂતાવાસને મદદના આપ્યા નિર્દેશ

ઈથોપિયાના અદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલી ઈથોપિયન એરલાઈન્સની જે ફ્લાઈટ ક્રેશ થઈ તેમાં એક ભારતીય પરિવારના 6 સભ્યોના પણ મોત થયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ  કરીને આ અંગે જાણકારી આપી. 

ઈથોપિયા પ્લેન ક્રેશ: ભારતીય પરિવારના 6 સભ્યોના મોત, સુષમાએ દૂતાવાસને મદદના આપ્યા નિર્દેશ

નૈરોબી: ઈથોપિયાના અદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલી ઈથોપિયન એરલાઈન્સની જે ફ્લાઈટ ક્રેશ થઈ તેમાં એક ભારતીય પરિવારના 6 સભ્યોના પણ મોત થયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ  કરીને આ અંગે જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને પણ ટ્વિટ કરીને આ જાણકારી આપી. રવિવારે ઈથોપિયાથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની મિનિટોમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર દુર્ઘટનામાં  ફ્લાઇટમાં રહેલા તમામ મુસાફરોના મોત નિપજ્યા છે.

સુષમા સ્વરાજે પીડિત પરિવારને સભ્યની ટ્વિટ પર જવાબ આપતા કહ્યું કે મેં શ્રી વૈદ્યના પુત્ર સાથે ટોરન્ટોમાં આજે ફોન પર વાત કરી. હું એ જાણીને ખુબ દુ:ખી છું કે તમે તમારા પરિવારના 6 સભ્યોને વિમાન અકસ્માતમાં ગુમાવ્યાં. મેં ઈથોપિયા અને કેન્યામાં ભારતીય દૂતાવાસ સાથે વાત કરી છે અને તેમારો સંપર્ક કરીને તમને દરેક શક્ય મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. 

આ અગાઉ 4 ભારતીયોના મોતની સૂચના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આપી હતી. ટ્વિટમાં જણાવ્યું હતું કે ઈથોપિયાના ભારતીય દૂતાવાસ તરફથી મને જાણકારી મળી છે કે 4 ભારતીયો કે જેમણે વિમાન અકસ્માતમાં જીવ ગુમાવ્યાં છે તેમના નામ વૈદ્ય પન્નાગેશ ભાસ્કર, વૈદ્ય હંસીની  પન્નાગેશ, નુકાવારાપુ મનિષા અને શિખા ગર્ગ છે. તેમના પરિવારો સુધી પહોંચવામાં મારી મદદ કરો. 

Image may contain: 1 person, smiling, text

વિદેશ મંત્રીએ ઈથોપિયા દૂતાવાસની ટ્વિટને રીટ્વિટ કરીને હેલ્પલાઈન નંબર પણ શેર કર્યા હતાં. ઈથોપિયામાં ભારતીય દૂતાવાસે પીડિત પરિવારોની મદદ માટે અનેક સંપર્ક નંબર જારી કર્યાં. ઈથોપિયાના ભારતીય દૂતાવાસે ટ્વિટ કરી હતી કે ભારતીય દૂતાવાસમાં 10 માર્ચ 2019ના રોજ ક્રેશ થયેલી ફ્લાઈટ ET 302માં સવાર મુસાફરોના પરિવાર આદિદસ અદાબામાં સંપર્ક કરી શકે છે. વી સુરેશ સેકેન્ડ સેક્રેટરી (કાઉન્સિલર) મોબાઈલ +251 911506852, મોહનલાલ મોબાઈલ- +251 911506851નો સંપર્ક કરી શકાય છે. 

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે નૈરોબીમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં હોવાની વાત કરી. તેમણે એક પરિવારના સભ્યની ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે મેં નૈરોબીમાં રાહુલ છાબડા, ભારતીય હાઈ કમિશનરને પણ પરિવારોને દરેક શક્ય મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. રાહુલ, કૃપા કરીને મને સૂચના આપતા રહો. કાવારાપુ મનિષાના સંબંધીએ ટ્વિટર પર સુષમા સ્વરાજને સંપર્ક કરીને જણાવ્યું હતું કે નૈરોબીમાં તેમનો પરિવાર ઈન્તજાર કરી રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news