અત્યંત આઘાતજનક, કોલેજમાં સારા માર્ક્સ માટે વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર્સ સાથે કરવું પડતું સેક્સ

સારા માર્ક્સના બદલે વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરનારા એક પ્રોફેસરને જેલમાં ધકેલી દેવાયો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં હજુ 4 પ્રોફેસર્સને કોર્ટમાં રજુ કરવાના બાકી છે.

અત્યંત આઘાતજનક, કોલેજમાં સારા માર્ક્સ માટે વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર્સ સાથે કરવું પડતું સેક્સ

રાબત: સારા માર્ક્સના બદલે વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરનારા એક પ્રોફેસરને જેલમાં ધકેલી દેવાયો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં હજુ 4 પ્રોફેસર્સને કોર્ટમાં રજુ કરવાના બાકી છે. આફ્રિકી દેશ મોરક્કોની કોર્ટે એક પ્રોફેસરને અભદ્ર વ્યવહાર, શારીરિક સતામણી અને હિંસા મામલે દોષિત ઠેરવતા બે વર્ષ કેદની સજા સંભળાવી છે. હસન યુનિવર્સિટી સાથે જોડાયેલો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેની ચેટ લીક થઈ. ત્યારબાદ આખા દેશમાં હડકંપ મચી ગયો. 

કુલ 5 પ્રોફેસર્સના નામે સામે આવ્યા
બીબીસીના રિપોર્ટ મુજબ મોરક્કોમાં યુનિવર્સિટીઝમાં હાઈ પ્રોફાઈલ યૌન ઉત્પીડન(Sexual Harassment)ના કેસોમાં આ પહેલો કોર્ટ ચુકાદો છે. કોર્ટે હસન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસરને પોતાની વિદ્યાર્થીનીઓના શારીરિક ઉત્પીડનનો દોષિત ઠેરવ્યો છે. પ્રોફેસર વિદ્યાર્થીનીઓને સારા માર્ક્સ આપવાની લાલચ આપીને તેમનું શોષણ કરતો હતો. આ મામલે હજુ 4 પ્રોફેસર્સને કોર્ટમાં હાજર કરવાના બાકી છે. યુનિવર્સિટીના કુલ પાંચ પ્રોફેસર પર સારા માર્કના બદલામાં વિદ્યાર્થીનીઓને સેક્સ માટે મજબૂર કરવાનો આરોપ લાગ્યો છે. 

વિદ્યાર્થીનીએ લીક કરી હતી ચેટ
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગત વર્ષ સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનીઅને પ્રોફેસર વચ્ચે થયેલી ચેટ લીક થઈ ગઈ. યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ આ ચેટને જાહેર કરી હતી. ધીરે ધીરે મામલો ફેલાતો ગયો અને લીક થયેલી ચેટનો મામલો યુનિવર્સિટી પ્રશાસન સુધી પહોંચી ગયો. ત્યારબાદ પ્રોફેસર પર કેસ દાખલ થયો અને કોર્ટમાં કેસ ગયો. આ  ખુલાસા બાદ સમગ્ર દેશમાં હંગામો મચી ગયો. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને આરોપીઓને કડક સજા આપવાની માગણી કરવા લાગ્યા. 

મોરક્કન યુનિવર્સિટીની છબી ખરાબ
આ બધા વચ્ચે કેટલીક અન્ય વિદ્યાર્થીનીઓએ પણ આવો જ આરોપ લગાવ્યો તો યુનિવર્સિટીના અન્ય પ્રોફેસર્સના નામ પણ સામે આવ્યા. કુલ પાંચ પ્રોફેસર્સ ઉપર આરોપ લાગ્યા અને પાંચેય પર કેસ દાખલ થયા. જેમાંથી એકને હવે અભદ્ર વ્યવહાર, શારીરિક શોષણ અને હિંસા મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ પ્રકારની ઘટનાઓની એક સિરીઝ છે. જેણે હાલના વર્ષોમાં મોરક્કન યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને પ્રભાવિત કરી છે. જો કે વર્તમાનમાં આવેલો આ કેસ એ રીતે અલગ હતો કે તે પહેલીવાર કોર્ટ સુધી પહોંચ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news