Sex Workers સાથે ફ્રીમાં ટાઈમપાસ કરવાનો અહીં મળે છે મોકો? જાણો શું છે આવી ઓફર આપવા પાછળનું કારણ

Austrian Brothel Offers Free Sessions: કોરોના વાયરસ  (Coronavirus) સામેની લડાઈમાં વેક્સીન (Vaccine) જરૂરી હથિયાર છે, પરંતુ તેમ છતાં લોકો રસી લેવા તૈયાર નથી. આ જ કારણ છે કે તેમને રસીકરણ કેન્દ્રમાં લાવવા માટે વિવિધ ઑફર્સ આપવામાં આવી રહી છે. આમાં ડિસ્કાઉન્ટની લાલચ, મફત બીયર, પરંતુ ઑસ્ટ્રિયા (Austria) નો સમાવેશ થાય છે. રાજધાની વિયેનામાં જે ઓફર મળી રહી છે તે વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીં સેક્સ વર્કર્સ સાથે ફ્રી સમય પસાર કરવાનો મળે છે મોકો? આ શરતોનું કરવું પડશે પાલન

Sex Workers સાથે ફ્રીમાં ટાઈમપાસ કરવાનો અહીં મળે છે મોકો? જાણો શું છે આવી ઓફર આપવા પાછળનું કારણ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ  (Coronavirus) સામેની લડાઈમાં વેક્સીન (Vaccine) જરૂરી હથિયાર છે, પરંતુ તેમ છતાં લોકો રસી લેવા તૈયાર નથી. આ જ કારણ છે કે તેમને રસીકરણ કેન્દ્રમાં લાવવા માટે વિવિધ ઑફર્સ આપવામાં આવી રહી છે. આમાં ડિસ્કાઉન્ટની લાલચ, મફત બીયર, પરંતુ ઑસ્ટ્રિયા (Austria) નો સમાવેશ થાય છે. રાજધાની વિયેનામાં જે ઓફર મળી રહી છે તે વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

No description available.

'ફન પ્લાસ્ટ' લાવ્યું ઓફર:
વિયેના (Vienna) માં કોરોના રસી (Corona Vaccine) લગાવવા વાળા સાથે સેક્સ વર્કર્સ  (Sex Workers) ફ્રીમાં થોડો સમય વિતાવશે. 'ફન પ્લાસ્ટ' નામના એક વેશ્યાલયે આ પ્રકારની અનોખી ઓફર આપી છે. અહીં પણ બ્રોથલ રસીકરણ (Vaccination) સુવિધા પૂરી પાડી રહી છે.

No description available.

ઓફરનો લાભ ઉઠાવવા પહોંચી રહ્યા છે લોકો:
ઓફરમાં કહેવામાં આવ્યું છે કે રસીકરણ મેળવનાર વ્યક્તિ પોતાની પસંદની સેક્સ વર્કર સાથે 30 મિનિટ ફ્રીમાં વિતાવી શકશે. ખાસ વાત એ છે કે લોકો પણ આ ઓફરનો લાભ લેવા પહોંચી રહ્યા છે. બ્રોથલ કહે છે કે રસીકરણને પ્રોત્સાહન આપવુંએ દરેકની જવાબદારી છે અને આ જવાબદારીને સમજીને જ આ પ્રકારની ઓફર આપવામાં આવી છે.

No description available.

આ માટે આપવી પડી આ ઓફર:
ઑસ્ટ્રિયામાં, માત્ર 64 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. સરકાર રસીકરણની ઝડપ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, રેસ્ટોરાં, પબ, સલૂન અને અન્ય જાહેર સ્થળોએ રસી વિનાના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(નોંધઃ તમામ ફોટા પ્રતીકાત્મક છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news