સદીની સૌથી મોટી શોધ! વૈજ્ઞાનિકોએ શોધ્યો શરીરનો આ નવો ભાગ

માસ્સેટર માંસપેશી (સ્નાયુ) જ જડબાના નીચેના ભાગને ઉપર ઉઠાવે છે અને ખાવાનું ચાવવામાં તેની મહત્વપૂર્ણ  ભૂમિકા હોય છે. મોડર્ન એનોટોમી ટેક્સ્ટ બુકમાં માસ્સેટરની બે પડ (પરત)નો ઉલ્લેખ છે. તેમાં એક ઊંડી અને એક બહારની પડ છે. 

સદીની સૌથી મોટી શોધ! વૈજ્ઞાનિકોએ શોધ્યો શરીરનો આ નવો ભાગ

ઝ્યૂરિખ: વૈજ્ઞાનિકોએ શરીરનો એક એવો  ભાગ શોધી કાઢ્યો છે જેનો ઉલ્લેખ આ પહેલા ક્યારેય થયો નથી. આ ભાગ જડબાની માસ્સેટર માંસપેશીઓ (Masseter Muscle)ના એક ઊંડા પડની અંદર મળ્યો છે. અત્રે જણાવવાનું કે માસ્સેટર માંસપેશી (સ્નાયુ) જ જડબાના નીચેના ભાગને ઉપર ઉઠાવે છે અને ખાવાનું ચાવવામાં તેની મહત્વપૂર્ણ  ભૂમિકા હોય છે. મોડર્ન એનોટોમી ટેક્સ્ટ બુકમાં માસ્સેટરની બે પડ (પરત)નો ઉલ્લેખ છે. તેમાં એક ઊંડી અને એક બહારની પડ છે. 

રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામ
અમારી સહયોગી વેબસાઈટ WION ના રિપોર્ટ મુજબ આ શોધને સાયન્સ જર્નલ એનલ્સ ઓફ એનેટોમીની ઓનલાઈન એડિશનમાં પ્રકાશિત કરાઈ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમની ટીમે ઐતિહાસિક ગ્રંથોમાં લખેલી જડબાની માંસપેશીઓમાં છૂપાયેલા અંગને શોધવા માટે પોતાનો સ્ટડી શરૂ કર્યો હતો. આવું કરવા માટે તેમણે 12 મૃતદેહોને ફોર્મલાડેહાઈડમાં સંરક્ષિત કર્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ બોડીના માથાનો અભ્યાસ કર્યો તો તેમને ચોંકાવનારા પરિણામ મળ્યા. તેમને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખિત જગ્યાથી દૂર શરીરનો એક અલગ ભાગ જોવા મળ્યો. 

Bodies ને કર્યા CT-Scan 
વૈજ્ઞાનિકોએ શોધ દરમિયાન 16 તાજા મૃતદેહોનું સીટી સ્કેન પણ કર્યું અને એક જીવિત વ્યક્તિના એમઆરઆઈ સ્કેન સાથે સરખામણી કરી. આ દરમિયાન તેમને જડબાની માંસપેશીઓમાં ત્રીજી પડ જોવા મળી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ઊંડી પડ જાઈગોમેટિક પ્રોસેસથી ચાલે છે. આ પ્રોસેસ ગાલના કોમળ હાડકાને નક્કર બનાવે છે. તેને ગાલની પાછળની બાજુ મહેસૂસ કરી શકાય છે. સ્વિટ્ઝરલેન્ડ સ્થિત બેસલ યુનિવર્સિટીમાં બાયોમેડિસિન વિભાગના એક લેક્ચરર અને રિસર્ચ પેપરના લેખક સ્ઝિલ્વિયા મેઝી(Szilvia Mezey)એ જણાવ્યું કે માંસપેશીઓનો આ ઊંડો ભાગ પહેલાની બે જાણીતા પડ કરતા બિલકુલ અલગ છે. 

જડબાને સ્થિર કરે છે આ પડ
 સ્ઝિલ્વિયા મેઝી(Szilvia Mezey)એ કહ્યું કે આ પડ નીચેના જડબાને સ્થિર કરવામાં મદદ કરે છે. યુનિવર્સિટી ઓફ બેસલના સેન્ટર ડેન્ટલ મેડિસિનના પ્રોફેસર અને ડોક્ટર જેન્સ ક્રિસ્ટોફ ટર્પ(Jens Christoph Turp) એ કહ્યું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે છેલ્લા 100 વર્ષમાં શારીરિક અનુસંધાન (Anatomical Research)એ  કોઈ કસર છોડી નથી, ત્યારે આવામાં તેને સદીની શોધ માનવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news