રણ માટે પ્રખ્યાત એવા આ વિસ્તારમાં ભારે હિમવર્ષાથી દંગ રહી ગયા લોકો, નાચવા લાગ્યા, જુઓ Video

સોશિયલ મીડિયા પર તેના અનેક ફોટા અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે.

રણ માટે પ્રખ્યાત એવા આ વિસ્તારમાં ભારે હિમવર્ષાથી દંગ રહી ગયા લોકો, નાચવા લાગ્યા, જુઓ Video

રિયાધ: રણ અને ભીષણ ગરમી માટે જાણીતા સાઉદી અરબમાં હાલ તો લોકો બરફવર્ષાની મજા  લઈ રહ્યા છે. ઈસુના નવા વર્ષના પહેલા દિવસે સાઉદી અરબના ઉત્તર-પશ્ચિમી શહેર તાબુકમાં ખુબ જ હિમવર્ષા થઈ. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોટા અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં સાઉદી પુરુષ બરફવર્ષાની  ખુશીમાં પરંપરાગત નૃત્ય કરવા લાગ્યા. તાબુકમાં બરફ પડવાના નજારા પહેલા પણ જોવા મળ્યા છે પરંતુ આ પ્રકારે સંગીતની ધૂન પર પરંપરાગત નૃત્ય રજુ કરતા લોકો ભાગ્યે જ જોવા મળે છે. 

બરફથી ઢંકાઈ ગયો પર્વત
તાબુક પાસે આવેલા અલ લોજ પર્વત પર હજારોની સંખ્યામાં સહેલાણીઓ બરફવર્ષાની મજા માણવા માટે પહોંચી ગયા છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. ત્યારે તેણે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. બીબીસીના રિપોર્ટ મુજબ સાઉદીની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએએ બરફની ચાદરોથી ઢંકાયેલી કારોની તસવીરો પોસ્ટ કરી છે. વીડિયોમાં લોકો બરફની મજા લેતા જોવા મળે છે. જબલ અલ લાવઝ, જબલ અલ તાહિર અને જબલ અલ્કાન પર્વત સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલો છે. 

2600 મીટર ઊંચા છે અલ લાવઝ
અરબી અખબાર અશરાક અલ અવસાતના જણાવ્યાં મુજબ સાઉદી અરબમાં દર વર્ષે જબલ અલ લાવઝ, જબલ અલ તાહિર અને તાબુકમાં જબલ અલ્કાન પર્વતો પર બેથી ત્રણ અઠવાડિયા સુધી બરફ પડે છે. આ પહાડ સાઉદી અરબના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં છે. જબલ અલ લાવઝ 2600 મીટર ઊંચો છે. આ પર્વતને અલમન્ડ માઉન્ટેઈન પણ કહે છે. કારણ કે તેના ઢાળ પર મોટી સંખ્યામાં બદામના ઝાડ છે. આ વિસ્તારમાં દર વર્ષે અલગ અલગ સીઝનમાં બરફવર્ષા થતી હોય છે. તાબુકનો વિસ્તાર જોર્ડન સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાં બરફ પીગળ્યા બાદ ખુબ સુંદર નજારો જોવા મળતો હોય છે. 

— صحيفة المناطق (@AlMnatiq) January 1, 2022

બરફવર્ષાથી બધા દંગ
સાઉદી અરબમાં થયેલી ભીષણ બરફવર્ષા સમગ્ર ખાડી દેશો માટે એક દુર્લભ ઘટના જણાવાઈ રહી છે. કારણ કે થોડા સમય પહેલા જ અહીં બર્ફીલી ઠંડીની ઋતુ આવી ગઈ છે. રાતે ફૂંકાતા  ઠંડા પવનના કારણે તાપમાન અનેક ભાગોમાં માઈનસમાં પહોંચી રહ્યું છે. જ્યારે સાઉદી અરબના સિવિલ ડિફેન્સે લોકોને લો વિઝિબિલિટીના કારણે સતર્ક રહેવા જણાવ્યું છે. હવામાન ખાતાના રિપોર્ટ મુજબ રિયાધ, મક્કા, પૂર્વ પ્રાંત અલ બહા, મદીના, અસીર, ઝઝાન, અલ કાસિમ, તબુક, અલ ઝોફ અને ઓલાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news