રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા, કહ્યું- બંન્ને દેશો વચ્ચે સંબંધ મૂલ્યવાન

પીએમ મોદીની પ્રશંસા કરતા પુતિને કહ્યુ કે, ભારતના શાસનાધ્યક્ષના રૂપમાં મોદીના કામકાજે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિષ્ઠા અને સન્માન અપાવ્યું છે. 
 

રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા, કહ્યું- બંન્ને દેશો વચ્ચે સંબંધ મૂલ્યવાન

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  (Russian President Vladimir Putin)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 70મા જન્મદિવસ પર તેમને શુભકામનાઓ આપી છે. સાથે ભારત તથા રશિયા વચ્ચે રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં તેમના વ્યક્તિગત યોગદાનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના થયો હતો. 

પીએમ મોદીને પત્ર
મોદીને લખેલા પત્રમાં પુતિને કહ્યુ, તમને 70મા જન્મદિવસ પર મારી શુભકામનાઓ. મોદીની પ્રશંસા કરતા પુતિને કહ્યુ કે, ભારતના શાસનાધ્યક્ષના રૂપમાં મોદીના કામકાજે તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિષ્ઠા અને સન્માન અપાવ્યું છે. પુતિને કહ્યુ, 'તમારા નેતૃત્વમા ભારત સામાજિક-આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિકાસના પથ પર સફળતાપૂર્વક અગ્રેસર છે.'

એક જગ્યા એવી, જ્યાં હજારો ટન હીરાનો થાય છે વરસાદ, કોઈ લેનાર જ નથી

દૂતાવાસની વેબસાઇટ પર પત્ર
દિલ્હી સ્થિત રશિયાના દૂતાવાસની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા પત્રમાં પુતિને કહ્યુ, બંન્ને દેશો વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવામાં તમારૂ વ્યક્તિગત યોગદાન વધુ છે.

મોદી સાથે મિત્રતાપૂર્ણ સંબંધ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમના અને મોદી વચ્ચે મિત્રતાનો સંબંધ મૂલ્યવાન છે. તેમણે કહ્યુ, તમારી સાથે રચનાત્મક વાતચીત અને દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય એજન્ડાના મુદ્દા પર સાથે મળીને કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. દિલથી હું તમારા સ્વાસ્થ્ય, પ્રસન્નતા અને સફળતાની કામના કરુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news