Ukraine Russia War: રશિયાએ કિવમાં ટીવી ટાવરને નિશાન બનાવ્યું, ટીવી પ્રસારણ થઈ શકે છે ઠપ

Ukraine Russia War: યુક્રેનમાં સતત રશિયાનો હુમલો થઈ રહ્યો છે. આજે છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયાની સેનાએ ટીવી ટાવરને નિશાન બનાવ્યો. તેનાથી ટીવી પ્રસારણ ઠપ થઈ શકે છે. 

Ukraine Russia War: રશિયાએ કિવમાં ટીવી ટાવરને નિશાન બનાવ્યું, ટીવી પ્રસારણ થઈ શકે છે ઠપ

કિવઃ યુક્રેનમાં રશિયા સતત હુમલા કરી રહ્યું છે. આજે યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેનાએ મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યા. આ હુમલાથી અનેક ટીવી ચેનલોનું પ્રચારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવને પણ નિશાન બનાવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ રહેણાક વિસ્તારમાં હુમલા કર્યા છે. જેમાં આઠ લોકોના મોત થયા છે. આ યુદ્ધ અપરાધ છે. 

એટલું જ નહીં આશરે 40 માઇલના કાફલામાં રશિયાની ટેન્ક અને અન્ય સૈન્ય વાહન સતત કૂચ કરી રહ્યાં છે. આ સાથે રશિયન ટેન્કોએ ખારકીવ અને રાજધાની કિવ વચ્ચે આવેલા એક શહેર ઓખિતરકામાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. તેમાં 70 જેટલા યુક્રેની સૈનિકોના મોત થયા છે. યુદ્ધને કારણે અત્યાર સુધી સાડા છ લાખથી વધુ યુક્રેની નાગરિકો પલાયન કરી ચુક્યા છે. તો અનેક લોકોએ પોતાને બચાવવા માટે મેટ્રો સ્ટેશન, બંકર અને અન્ય આશ્રય સ્થળમાં આસરો લીધો છે. 
 

Russian criminals do not stop at anything in their barbarism. Russia = barbarian. pic.twitter.com/MMJ6wSfpsS

— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 1, 2022

યુરોપિયન યુનિયન સંસદમાં ઝેલેન્સ્કીનું સંબોધન
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન સંસદમાં ભાષણ આપીને બધાને ચોંકાવી દીધા. સંસદમાં હાજર બધા સભ્યોએ તેમને તાળીઓની સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું. ઝેલેન્સ્કીએ કહ્યુ- અમે અમારી જમીન અને અમારી આઝાદી માટે લડી રહ્યાં છીએ, 'અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, તે હકીકત હોવા છતાં કે અમારા તમામ શહેરો હવે અવરોધિત છે. કોઈપણ અમને તોડનારૂ નથી, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ. 

કાલે રશિયા-યુક્રેન વચ્ચે બેઠક
રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આવતીકાલ એટલે કે 2 માર્ચે થઈ શકે છે. આ પહેલાં સોમવારે બેલારૂસમાં બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની વાર્તા થઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાન નિકળ્યું નહીં. આશરે 3:30 કલાકની વાતચીત બાદ બંને દેશોના પ્રતિનિધિ પોત-પોતાના દેશ પરત ફર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news