યૂક્રેનમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો આ વ્યક્તિ, ત્યારે માથા પર આવી રશિયન મિસાઇલ અને પછી

રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયાને ચેતવણી આપી હતી કે પુતિને સમજી લેવું જોઈએ કે અમે ડરીશું નહીં. રશિયાએ ઘણી વખત અમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

યૂક્રેનમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો આ વ્યક્તિ, ત્યારે માથા પર આવી રશિયન મિસાઇલ અને પછી

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયાને ચેતવણી આપી હતી કે પુતિને સમજી લેવું જોઈએ કે અમે ડરીશું નહીં. રશિયાએ ઘણી વખત અમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

બીજી તરફ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો આવી રહ્યા છે, જેને જોયા પછી તમારા હોંશ ઉડી જશે. રસ્તાઓ પર લોકો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરી રહ્યાં છે. એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

યુક્રેનમાં તબાહીનો નજારો
યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પછી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવી રહ્યા છે. રશિયા પણ રહેણાંક વિસ્તારમાં પોતાની મિસાઇલો છોડી રહ્યું છે. એક વ્યક્તિ બિલ્ડીંગની બાજુમાં ઉભો રહીને વીડિયો બનાવી રહ્યો હતો અને પછી ત્યારે એક દુર્ઘટના સર્જાઇ જેના પર તેને વિશ્વાસ ન થયો. 

— NEXTA (@nexta_tv) March 2, 2022

રહેણાંક વિસ્તારમાં હાજર એક વોલેંટિયર મોબાઈલ કેમેરાની સામે તેનો મેસેજ રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યારે તેના માથા પરથી મિસાઇલ આવે છે અને બિલ્ડીંગ પર પડે છે. આ વાતની જાણ થતાં જ તે આમ તેમ દોડવાનું શરૂ કરી દે છે. 

રશિયન મિસાઇલ રહેણાંક વિસ્તારમાં પડી
સદભાગ્યે, તે આ હુમલામાં બચી ગયો હતો. આ પછી તેણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયોમાં તે જાણી શકાયું નથી કે આ વ્યક્તિ કયા લોકેશન પર વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વીડિયોને @nexta_tv નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લોકો હવે આ વીડિયોને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news