'દુશ્મને શરૂ કરી દીધુ છે પૂર્ણ યુદ્ધ , વધુ લોકોની હત્યાનો પ્લાન', ઝેલેન્સ્કીએ કહ્યુ- 77 વર્ષમાં સૌથી ભયાનક જંગ

Russia Ukraine Invasion : હાલમાં રશિયન સેનાએ મારિયુપોલ શહેર પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો હતો. આ શહેરની તબાહીની તસવીરો પણ સામે આવી છે. અહીં યુક્રેની સેનાએ પ્રતિકાર પણ કર્યો હતો. 

'દુશ્મને શરૂ કરી દીધુ છે પૂર્ણ યુદ્ધ , વધુ લોકોની હત્યાનો પ્લાન', ઝેલેન્સ્કીએ કહ્યુ- 77 વર્ષમાં સૌથી ભયાનક જંગ

કિવઃ રશિયા છેલ્લા ત્રણ મહિનાથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર પૂર્ણ યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, તે છેલ્લા ત્રણ મહિનાથી વધુમાં વધુ લોકોને મારવાની અને તબાહી મચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં લડાઈ ઉગ્ર બની છે. રશિયન સેનાએ સીવિએરોદોનેત્સ્ક અને તેની આસપાસના શહેરોને ઘેરવા અને કબજામાં લેવાના પ્રયાસ તેજ કરી દીધા છે.

આ ક્ષેત્ર હજુ યુક્રેનના કબજામાં
બ્રિટિશ સૈન્ય અધિકારીઓ પ્રમાણે આ એકમાત્ર ક્ષેત્ર છે, જે હજુ પણ યુક્રેન સરકારના કબજામાં છે. રશિયાના હુમલાના ત્રણ મહિના પુરા થવા પર ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, પૂર્ણ રૂપથી યુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે અને દુશ્મન વધુમાં વધુ લોકોને મારવાની અને તબાહી મચાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ કે છેલ્લા 77 વર્ષમાં યુરોપીયન મહાદ્વીપમાં આવું યુદ્ધ ક્યારેય થયું નથી. 

યુક્રેન પર હુમલાને લઈને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેજે કહ્યુ કે, આ હુમલો યુરોપીયન યુનિયન પર સીધો હુમલો છે અને યુરોપે એક સાથે આગળ વધવુ જોઈએ. તેમણે કહ્યું કે સ્પેનમાં આ સમયે એક લાખથી વધુ યૂક્રેની શરણાર્થી છે. વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં સ્પેનના પીએમે કહ્યુ કે, જ્યારે બર્લિનની દીવાલ પાડવામાં આવી હતી અને સોવિયત સંઘનું વિઘટન થયુ ત્યારે તે કિશોર હતા. 

સ્પેનના પ્રધાનમંત્રીએ કહ્યુ કે, હવે 2022માં અમે સારી રીતે જાણીએ છીએ કે ઉદાર લોકતંત્ર એમ જ આવતુ નથી અને તે માટે ખુબ પ્રયાસ કરવા તથા તેને પોષિત કરવાની જરૂરીયાત હોય છે. તો યુક્રેનના અધિકારીઓએ મંગળવારે કહ્યુ કે મારિયુપોલ શહેરમાં બચાવ કર્મીઓને કાટમાળમાંથી 200 મૃતદેહ મળ્યા છે. રશિયાના હુમલામાં તબાહ થઈ ચુકેલા આ પોર્ટ શહેરમાં ફરી આવા દ્રશ્યો જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news