ગુજરાતની આ વિશ્વ પ્રસિદ્ધ મસ્જીદમાં મહિલાઓ પણ જઇ શકશે, સરકારે રિવડેવલપમેન્ટની તૈયારી શરૂ કરી

સિદી સૈયદ જાળી અમદાવાદની ધરોહરનો લૂક બદલાશે. વિશ્વપ્રસિદ્ધ સિદી સૈયદની જાળી એકદમ નજીકથી જોઈ શકાશે ખાસ કરીને મહિલાઓ ગમે તે સમયે સિદી સૈયદની જાળીને નજીકથી જોઇ શકે તે પ્રકારે ડેવલપ કરવામાં આવશે. સિદી સૈયદની જાળી આસપાસ 2 કરોડના ખર્ચે ગાર્ડન ડેવલપ કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ થીમ પર એએમટીએસ બસ મુકવામાં આવશે. પ્રવાસીઓ સેલ્ફી લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નમાજ સમય મહિલાઓ પ્રવેશ કરી શક્તી નથી. ગાર્ડન ડેવલપ કરવાથી મહિલાઓ પણ નજીકથી જાળી જોઇએ શકશે.

ગુજરાતની આ વિશ્વ પ્રસિદ્ધ મસ્જીદમાં મહિલાઓ પણ જઇ શકશે, સરકારે રિવડેવલપમેન્ટની તૈયારી શરૂ કરી

અમદાવાદ : સિદી સૈયદ જાળી અમદાવાદની ધરોહરનો લૂક બદલાશે. વિશ્વપ્રસિદ્ધ સિદી સૈયદની જાળી એકદમ નજીકથી જોઈ શકાશે ખાસ કરીને મહિલાઓ ગમે તે સમયે સિદી સૈયદની જાળીને નજીકથી જોઇ શકે તે પ્રકારે ડેવલપ કરવામાં આવશે. સિદી સૈયદની જાળી આસપાસ 2 કરોડના ખર્ચે ગાર્ડન ડેવલપ કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ થીમ પર એએમટીએસ બસ મુકવામાં આવશે. પ્રવાસીઓ સેલ્ફી લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નમાજ સમય મહિલાઓ પ્રવેશ કરી શક્તી નથી. ગાર્ડન ડેવલપ કરવાથી મહિલાઓ પણ નજીકથી જાળી જોઇએ શકશે.

શહેરની ઓળખ અને વિશ્વ પ્રસિદ્ધ સિદી સૈયદની જાળી આસપાસના વિસ્તારને amc દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે ગાર્ડન તરીકે ડેવલપ કરાશે. પ્રવાસીઓ સરળતાથી અને વધુ નજીકથી હવે સિદી સૈયદની જાળી નિહાળી શકશે. અમદાવાદ શહેરની ઓળખ અને વિશ્વ પ્રસિદ્ધ સિદી સૈયદની જાળીની આસપાસ હવે નવો લૂક જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિદી સૈયદની જાળી આસપાસ રહેલા ગાર્ડનને રિડેવલપ કરાશે. અંદાજીત 2 કરોડના ખર્ચે ગાર્ડન ડેવલપ કરી નવો લૂક અપાશે . ગાર્ડનમાં પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એએમટીએસ બસ પણ મુકવામા આવશે. બસમાં વર્લ્ડ હેરિટેજ થીમ પર તૈયાર કરી શહેરના ઇતિહાસની માહિતી અપાશે.

શહેરની ઓળખ અને વર્લ્ડ હેરિટેજ સ્મારક એવી સિદી સૈયદ જાળીને જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવે છે, ત્યારે મસ્જીદની નમાજનો સમય થાય તે સમયે પ્રવાસીઓને બહાર ઉભા રહેવુ પડે છે. મહિલાઓ અંદર સુધી જઇ શકતી નથી. આ પ્રકારની કેટલક બાબતો ધ્યાન આવતા એએમસી દ્વારા તે બાબતોને ધ્યાને રાખી ગાર્ડનનો વિકાસ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news