ઇસ્લામીક સ્ટેટે સ્વિકારી શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની જવાબદારી, 310 લોકોના મોત

સમાચાર એજન્સી અમાક દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર ઇસ્લામીક સ્ટેટે પોતાનાં લડાકુ દ્વારા થયેલું કામ ગણાવ્યું છે

ઇસ્લામીક સ્ટેટે સ્વિકારી શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની જવાબદારી, 310 લોકોના મોત

નવી દિલ્હી : શ્રીલંકામાં ઇસ્ટર પ્રસંગે ત્રણ ચર્ચ તથા ફાઇવ સ્ટાર હોટલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 310 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાની તપાસ ટીમ માની રહી હતી કે હુમલા પાછળ ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનાં સભ્યો હતા. આ તમામ બાબતો વચ્ચે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું કે, આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન (ISIS)એ લીધી છે. રોયટર્સનાં અમાક ન્યૂઝ એજન્સીનાં હવાલાથી કહ્યું કે, આતંકવાદી સંગઠન ISISએ આ હુમલાની જવાબદારી લીધી છે. 

— ANI (@ANI) April 23, 2019

સમાચાર એજન્સી અમાકનાં અનુસાર આતંકવાદી જુથે તેને ઇસ્લામીક સ્ટેટનાં લડાકુઓનું કામ ગણઆવ્યું છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 310ને પાર પહોંચી ચુકી છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સૌથી વધારે વિદેશીઓમાં 10 ભારતીયોનો સમાવેશ થાય છે. શ્રીલંકા સરકારે આ હુમલા માટે સ્થાનીક ઇસ્લામીક સંગઠન નેશનલ તોહીદ જમાતને હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મુદ્દે અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ફ્રી કોલિંગ બાદ JIOની ધમાલ, બ્રોડબેંડ-લેંડલાઇન-TVનો કોમ્બો એક વર્ષ સુધી મફત
શ્રીલંકામાં મંગળવારે સામુહીક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલામાં 32 વિદેશી નાગરિકોનાં મોત નિપજ્યા છે, જેમાં 10 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. તેમાંથી પાંચ જનતા દળ (સેક્યુલર)નાં કાર્યકર્તા છે જે બેંગ્લુરૂમાં ચૂંટણી પુર્ણ થયા બાદ રજા મનાવવા શ્રીલંકા ગયા હતા. તેમની ઓળખ શિવન્ના, કેજી હનુમનથારાયા, એમ રંગપ્પા, કેએમ લક્ષ્મીનારાયણ અને લક્ષ્મણા ગૌડા રમેશ તરીકે થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news