એક ભૂલના લીધે સડવા લાગ્યો ભઈનો પ્રાઈવેટ પાર્ટ! જોજો તમે પણ ક્યાંક આવી ભૂલ ના કરતા
સામાન્ય રીતે ઈજા થાય તો અનેકવાર બોડી પાર્ટ્સમાં ઈન્ફેક્શન થઈ જાય છે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ જ સડવા લાગ્યો.
Trending Photos
નવી દિલ્લીઃ અનેકવાર ઈજા થાય કે કોઈ વસ્તુ વાગે તો શરીરના તે ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. કેટલાંક કેસમાં તો આ ઈન્ફેક્શન એટલું વધી જાય છે કે તે ભાગમાં સડો થઈ જાય છે અને પરુ થવા લાગે છે. પરંતુ અમેરિકામાં એક અત્યંત અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 81 વર્ષના એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટમાં સડો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. કેમ કે તેણે રબર બેન્ડના સહારે તેને ત્રણ દિવસ સુધી બાંધી રાખ્યો હતો.
કેવી રીતે કિસ્સો પ્રકાશમાં આવ્યો:
આ કેસ સૌથી પહેલા એક મેડિકલ જર્નલમાં છપાયો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે 81 વર્ષના આ વ્યક્તિને ડાયાબિટીસની બીમારીથી થયેલી કેટલીક મુશ્કેલીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના પછી તેમની પત્નીએ ડોક્ટરને જણાવ્યું કે તેમનો પતિ છેલ્લાં 2-3 દિવસથી પોતાના પ્રાઈવેટ પાર્ટ પર રબર બેન્ડ બાંધી રાખે છે. ડોક્ટરે જ્યારે ચેક કર્યું તો તે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ પર સોજો હતો અને તેનો રંગ પણ બદલાઈ ગયો હતો.
વ્યક્તિની સર્જરી કરવામાં આવી:
ડોક્ટરે જણાવ્યું કે 81 વર્ષના વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં લોહીની સપ્લાય ઝડપથી ઓછી થવા લાગી હતી. જેના કારણે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટની સ્કીન પણ ખરાબ થવા લાગી અને તે સડવા લાગ્યું હતું. જ્યારે ડોક્ટરે તેમને પૂછ્યું કે તેમણે આવું કેમ કર્યું તો તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો ન હતો. જેના પછી ડોક્ટરે તપાસમાં જોયું કે, આ વ્યક્તિને ડિમેન્શિયાની બીમારી છે. આ વ્યક્તિની શિકાગોમાં ઈમરજન્સી સર્જરી કરવામાં આવી. જેના પછી તે 5 દિવસમાં રિકવર થવા લાગ્યો હતો. આ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે પ્રાઈવેટ પાર્ટ આ રીતે રબર બેન્ડના પ્રેશરને અમુક કલાક સુધી જ સહન કરી શકે છે. પરંતુ તેના પછી દબાણ વધારે થવાથી ધમનીઓ કંમ્પ્રેસ થવા લાગે છે. જોકે આ વ્યક્તિને ડાયાબિટીસની બીમારી હતી. જેના કારણે રબર બેન્ડનો અસર વધારે જોવા મળ્યો અને તેનો પ્રાઈવેટ પાર્ટ ખરાબ થવા લાગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે