Live: રશિયાના વ્લાદિવોસ્તોકમાં પીએમ મોદી અને પુતિનની મુલાકાત, બંને વચ્ચે થશે દ્વિપક્ષીય ચર્ચા

વ્લાદિવોસ્તોક: બે દિવસીય પ્રવાસ પર રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્લાદિવોસ્તોકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી રશિયાની મુખ્ય શિપ બિલ્ડિંગ યાર્ડની સંયુક્ત મુલાકાત માટે નિકળી ગયા છે

Live: રશિયાના વ્લાદિવોસ્તોકમાં પીએમ મોદી અને પુતિનની મુલાકાત, બંને વચ્ચે થશે દ્વિપક્ષીય ચર્ચા

વ્લાદિવોસ્તોક: વ્લાદિવોસ્તોક: બે દિવસીય પ્રવાસ પર રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્લાદિવોસ્તોકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી રશિયાની મુખ્ય શિપ બિલ્ડિંગ યાર્ડની સંયુક્ત મુલાકાત માટે નિકળી ગયા છે. આજે બપોરે બંને નેતાઓ વચ્ચે સમિટ બેઠક યોજાશે. ત્યારબાદ ડેલિગેશન લેવેલની વાતચીત પણ થશે.

— ANI (@ANI) September 3, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયામાં બે દિવસીય પ્રવાસ આજથી શરૂ થઇ ગયો છે. પીએમ મોદી બુધવાર સવારે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. જ્યાં તેમને એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.

પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અહીં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (ઇઇએફ) તેમજ બંને દેશો વચ્ચેની 20મી વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

— Narendra Modi (@narendramodi) September 3, 2019

રશિયા પહોંચવા પર પીએમ મોદીએ ટ્વિક કરી જણાવ્યું, રશિયાની રાજધાની વ્લાદિવોસ્તોક પહોંચી ગયા છે. આ ટૂંકી પણ મહત્વની યાત્રામાં વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થવાની અપેક્ષા છે.

ત્યારબાદ મોદી વ્લાદિવોસ્તોકની ફાર ઇસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી (FEFU) પહોંચ્યા, જ્યાર ભારતીય પ્વાસીઓએ શાનદાર સ્વાગત કર્યું.

— ANI (@ANI) September 4, 2019

વિજય ગોખલે, વિદેશ સચિવે જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી એક મુખ્ય શિપ બિલ્ડિંગ યાર્ડની સંયુક્ત મુલાકાત લશે. 4 સપ્ટેમ્બરની બપોરે બંને નેતાઓની વચ્ચે સમિટ બેઠક યોજાશે. ત્યારબાદ ડેલિગેશન લેવેલની વાતચીત પણ થશે.

રશિયા જતા પહેલા પીએમ મોદીનું ટ્વિટ
મારી આ યાત્રાનો ઉદેશ્ય વ્લાદિવોસ્તોકમાં 5મી પૂર્વ આર્થિક બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લેવા અને તેમની સાથે ભારત અને રશિયાની વચ્ચે 20મી વાર્ષિક દ્વિપક્ષીય સમિટ બેઠક કરવાનો છે.

4 સપ્ટેમ્બર કાર્યક્રમ
- 9:30 AM  : ઝવેઝડા શિપબિલ્ડિંગ પ્લાન્ટની મુલાકાત લો
- 11:30 AM  : 20મી વાર્ષિક ભારત-રશિયા સંમેલન

પ્રતિનિધિ મંત્રણા
- 1:30 PM: કરાર પર હસ્તાક્ષર કર્યા

શેર કરેલી પ્રેસ કોન્ફરન્સ
- 4:30 PM: 'સ્ટ્રીટ ઓફ ધી ફાર ઇસ્ટ' પ્રદર્શન મુલાકાત
- 5:30 PM: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે રાત્રિ ભોજનમાં સામેલ

5 સપ્ટેમ્બરનું શિડ્યુલ
6:00 AM: 6:30 AM: જાપાનના પીએમ શિંઝો આબે સાથે મુલાકાત
6:45 AM: 7:15 AM: મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્ત્માગિન બાટુલ્ગા સાથે મુલાકાત
9:30 AM: ભારતીય બિઝનેસ પેવેલિયનની મુલાકાત
11:30 AM: 5મી પૂર્વી ઇકોનોમિક ફોરમમાં ભાગ લીશે
3:00 PM: ફેટીસોવ એરેના ખાતે જુડો ટુર્નામેન્ટ મુલાકાત
4:30 PM: ભારત માટે રવાના

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news