Watch Video: દારૂના પૂરમાં ડૂબ્યું આ શહેર, રસ્તાઓ પર રેડવાઈનની નદીઓ વહેવા લાગી

લાખો લીટર દારૂ કસ્બાની એક પહાડીથી નીચે વહીને રસ્તાઓ પર આવી ગઈ. વાયરલ વીડિયોમાં શહેરની ગલીઓમાં દારૂની નદીઓ વહેતી જોવા મળી રહી છે. 

Watch Video: દારૂના પૂરમાં ડૂબ્યું આ શહેર, રસ્તાઓ પર રેડવાઈનની નદીઓ વહેવા લાગી

શહેરની ગલીઓમાં વરસાદના પાણીથી પૂર આવતું તો તમે ઘણીવાર જોયું હશે પરંતુ વિચારો કે જો તમારા શહેરના રસ્તાઓ દારૂમાં ડૂબી જાય તો તમને કેવું લાગશે. જો તમને એમ લાગતું હોય કે આવું બની જ ન શકે તો તમે આ વાયરલ વીડિયો જોઈ લેજો જ્યાં પોર્ટુગલમાં સાઓ લોરેન્કો ડી બેરો શહેરની એક ખબર જાણવી જોઈએ. જ્યાં રહીશો રવિવારે એ સમયે ચોંકી ગયા જ્યારે નાનકડા શહેરના રસ્તાઓ પર રેડ વાઈનની નદી વહેવા લાગી. 

રિપોર્ટ્સમાં કહેવાયું કે લાખો લીટર દારૂ કસ્બાની એક પહાડીથી વહીને નીચે આવી ગયો. વાયરલ વીડિયોમાં શહેરની ગલીઓમાં દારૂની નદીઓ વહેતી જોવા મળી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ રહસ્યમય વાઈનની નદીની ઉત્પતિ શહેરની એક ડિસ્ટિલરીથી થઈ હતી. જ્યાં 2 મિલિયન (20 લાખ) લીટરથી વધુ રેડ વાઈનના બેરલવાળા ટેંક અપ્રત્યાશિત રીતે ફાટી ગયા. 

મોટા પાયા પર લીક થયો જે એક ઓલિમ્પિક આકારનો સ્વિમિંગ પૂલને ભરી શકતો હતો. એક પર્યાવરણીય ચેતવણી પણ અપાઈ કારણ કે દારૂની નદી પાસે એક વાસ્વિક નદી પણ વહી રહી હતી. 

— Boyz Bot (@Boyzbot1) September 12, 2023

અધિકારીઓએ દારૂના પ્રવાહને વાળ્યો
ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યાં મુજબ ત્યારબાદ અધિકારીઓ હરકતમાં આવ્યા અને દારૂને તેમણે રસ્તામાં જ રોકવાની કોશિશ કરવા લાગ્યા. આ પહેલા કે સર્ટિમા નદી ખરેખર દારૂની નદીમાં ન ફેરવાઈ જાય, અનાદિયા ફાયર વિભાગે પુરના પ્રવાહને રોક્યો અને તેને નદીથી દૂર વાળી દીધો. જ્યાંથી તે નજીકના ખેતર તરફ ફંટાઈ ગયો. 

ફાયર વિભાગે કહ્યું કે ડિસ્ટિલરી પાસે એક ઘરના બેઝમેન્ટમાં દારૂ ભરાઈ ગયો હતો. લેવિરા ડિસ્ટિલરીએ આ વિચિત્ર ઘટના બદલ માફી માંગી છે અને તેમણે શહેરમાં દારૂના કારણે થયેલા નુકસાનની ભરપાઈ અને સફાઈની વ્યવસ્થા કરવાની પણ વાત કરી. ડિસ્ટિલરીએ એક નિવેદનમાં કહ્યું કે અમે સફાઈ અને નુકસાનની ભરપાઈ સંલગ્ન તમામ ખર્ચાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. 

(તસવીર સાભાર- @Boyzbot1)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news