PoK: ચૂંટણી હિંસાથી નારાજ વિપક્ષને ભારત યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પાસે મદદ માંગીશું'

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ઈમરાન ખાન સરકારથી નારાજ વિપક્ષને ભારતની યાદ આવી છે. વિપક્ષી નેતાએ ઈમરાન ખાન પર નિશાન સાધતા એટલે સુધી કહી દીધુ કે તમારા કરતા તો ભારત સારુ છે. તે કમ સે કમ આવી હરકતો તો નથી કરતું. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ના કાર્યકરોએ ખુબ હિંસા આચરી, આ હિંસામાં બે લોકોના મોત થયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 
PoK: ચૂંટણી હિંસાથી નારાજ વિપક્ષને ભારત યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પાસે મદદ માંગીશું'

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ઈમરાન ખાન સરકારથી નારાજ વિપક્ષને ભારતની યાદ આવી છે. વિપક્ષી નેતાએ ઈમરાન ખાન પર નિશાન સાધતા એટલે સુધી કહી દીધુ કે તમારા કરતા તો ભારત સારુ છે. તે કમ સે કમ આવી હરકતો તો નથી કરતું. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ના કાર્યકરોએ ખુબ હિંસા આચરી, આ હિંસામાં બે લોકોના મોત થયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

આ છે અસલી મુકાબલો
પીઓકેની 45 વિધાનસભા સીટો માટે થયેલી ચૂંટણી દરમિયાન રવિવારે ખુબ હિંસા થઈ. પાકિસ્તાની સરકારે અહીં ગેરકાયદેસર રીતે મતદાન કરાવ્યું છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે છે. જો કે વિપક્ષી નેતાઓે ડર છે કે સત્તાના દમ પર ઈમરાન ખાન અહીંની હવા પોતાની તરફ કરી શકે છે. 

શું અમને ચૂંટણી લડવાનો હક નથી?
PML-N ના નેતા ચૌધરી ઈસ્માઈલ ગુજ્જર (Chaudhry Ismail Gujjar) ઈમરાન ખાનની પાર્ટી દ્વારા કરાયેલી હિંસાથી ખુબ નારાજ છે. તેમણે ઈમરાન ખાનને ભારતની ધમકી સુદ્ધા આપી દીધી. LA 35 મતવિસ્તારથી પોતાનું ભાગ્ય અજમાવી રહેલા ઈસ્માઈલે કહ્યું કે સરકારે હિંસા પર રોક લગાવવી જોઈએ નહીં તો અહીંના હાલાત ખરાબ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે 'શું અમને ચૂંટણી લડવાનો હક નથીય જો આવી હરકત કરી તો હું ભારતને પોકારીશ. તમારા કરતા તો તેઓ સારા છે, કમ સે કમ આવું કામ તો નથી કરતા, જે તમે કર્યું છે.'

— Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 25, 2021

PTI ના બે કાર્યકરોના મોત
ડોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોટલી જિલ્લાના ચારહોઈ વિસ્તારમાં એક મતદાન કેન્દ્ર પર પીટીઆઈ અને પીપીપી કાર્યકરો વચ્ચે થયેલી ઝડપમાં પીટીઆઈના ઓછામાં ઓછા બે કાર્યકરોના મોત થયા છે. અજાણ્યા લોકો દ્વારા થયેલા ફાયરિંગમાં આ કાર્યકરોના જીવ ગયા. અન્ય એક ઘટનામાં ઝેલમ ઘાટી જિલ્લામાં મતદાન કેન્દ્ર પર જમાત એ ઈસ્લામીના કાર્યકરોના હુમલામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news