PM Narendra Modi દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, Global Approval Rating માં થયો આ ખુલાસો

અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ (Data Intelligence Firm) મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) એ એક સર્વે કર્યો જેમાં જાણવા મળ્યું કે લોકપ્રિયતા મામલે પીએમ નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયાભરમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે. 

PM Narendra Modi દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, Global Approval Rating માં થયો આ ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાયરસ સંકટકાળમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની લોકપ્રિયતા સતત સારી થઈ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ (Data Intelligence Firm) મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) એ એક સર્વે કર્યો જેમાં જાણવા મળ્યું કે લોકપ્રિયતા મામલે પીએમ નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયાભરમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે. 

ગ્લોબલ અપ્રુવલ રેટિંગમાં પીએમ મોદી ટોપ પર
મોર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ પીએમ નરેન્દ્ર મોદીનું ગ્લોબલ અપ્રુવલ રેટિંગ(Global Approval Rating) 66 ટકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા, રશિયા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રાઝિલ, અને જર્મની સહિત 13 દેશોના નેતાઓથી સારા છે. 

ટોપ 3માં આ નેતાઓ સામેલ
જો કે કોરોના વાયરસની સેકન્ડ વેવમાં પીએમ મોદીના અપ્રુવલ રેટિંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો આમ છતાં તેઓ દુનિયાભરમાં ટોપ પર છે. અન્ય નેતાઓ કરતા તેમણે સારું પ્રદર્શન કર્યું છે. ગ્લોબલ અપ્રુવલ રેટિંગના લિસ્ટમાં બીજા નંબરે ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી  (Mario Draghi) છે, તેમનું અપ્રુવલ રેટિંગ 65 ટકા છે. જ્યારે ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રોડોર (Lopez Obrador)છે. તેમનું રેટિંગ 63 ટકા છે.

દુનિયાભરના નેતાઓનું અપ્રુવલ રેટિંગ
અપ્રુવલ રેટિંગના લિસ્ટમાં ચોથા નંબરે 54 ટકા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન છે. પાંચમા નંબરે 53 ટકા સાથે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. જ્યારે છઠ્ઠા નંબરે 53 ટકા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન છે. 

અત્રે જણાવવાનું કે સાતમા નંબરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો છે. જેમનું રેટિંગ 48 ટકા છે. આઠમા નંબરે 44 ટકા રેટિંગ સાથે યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન નવમા નંબરે છે. જેમનું રેટિંગ 37 ટકા છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ દસમા નંબરે છે જેમનું રેટિંગ 36 ટકા છે. 

શું છે મોર્નિંગ પોસ્ટ?
મોર્નિંગ પોસ્ટ એક રિસર્ચ કંપની છે. તે સતત દુનિયાભરના નેતાઓની અપ્રુવલ રેટિંગ ટ્રેક કરતી રહે છે. ભારતમાં 2126 લોકોના સેમ્પલ સાઈઝ સાથે મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ ટ્રેકરે પીએમ મોદી માટે 66 ટકા અપ્રુવલ દેખાડ્યું જ્યારે 28 ટકા લોકોએ તેમાં અસહમતિ વ્યક્ત કરી. અપ્રુવલ રેટિંગ ટ્રેકરને છેલ્લે 17 જૂનના રોજ અપડેટ કરાયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news