PICS: PM મોદીએ US રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટમાં આપેલા બોક્સમાં છે આ ખાસ 10 વસ્તુ, ગુજરાતની આ વસ્તુ સામેલ
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ પોતાના રાજકીય પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે વોશિંગ્ટન પહોચ્યા. પીએમ મોદીનું વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને ભવ્ય સ્વાગત કર્યું.
Trending Photos
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ પોતાના રાજકીય પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે વોશિંગ્ટન પહોચ્યા. પીએમ મોદીનું વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં રાષ્ટ્રપતિ બાઈડેનના અંગત મહેમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું.
#WATCH | Prime Minister Narendra Modi met US President Joe Biden and First Lady Jill Biden at the White House in Washington DC and exchanged gifts with them. pic.twitter.com/kac0i1u9ZN
— ANI (@ANI) June 22, 2023
વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
પીએમ મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદી પ્રાઈવેટ ડીનર માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા.
#WATCH | Prime Minister Narendra Modi meets President of the United States Joe Biden at The White House, in Washington, DC.
(Source: Reuters) pic.twitter.com/wEr57FS2NX
— ANI (@ANI) June 21, 2023
ભેટનું આદાન પ્રદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યાં મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને પીએમ મોદીને 20મી સદીની શરૂઆતની એક હસ્તનિર્મિત પ્રાચીન અમેરિકી પુસ્તક ગેલી ભેટ કર્યું. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદીને એક વિન્ટેજ અમેરિકી કેમેરા પણ ભેટમાં આપ્યો જેની સાથે જ્યોર્જ ઈસ્ટમેનના પહેલા કોડક કેમેરાના પેટન્ટનો એક અભિલેખીત પ્રતિકૃતિ પ્રિન્ટ અને અમેરિકી વન્યજીવ ફોટોગ્રાફીની એક હાર્ડકવર પુસ્તક પણ છે. ઝીલ બાઈડેન પીએમ મોદીને ક્લેક્ટેડ પોયમ્સ ઓફ રોબર્ટ ફ્રોસ્ટની હસ્તાક્ષરિત પ્રથમ સંસ્કરણ કોપી ભેટમાં આપી છે. .
પીએમ મોદીએ લંડનના ફેબર એન્ડ ફેબર લિમિટેડ દ્વારા પ્રકાશિત અને યુનિવર્સિટી પ્રેસ ગ્લાસગોમાં છપાયેલા પુસ્તક 'ધ ટેન પ્રિન્સિપલ ઉપનિષદ'ની પ્રથમ કૃતિની એક કોપી રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભેટમાં આપી.
प्रधानमंत्री नरेंद्र मोदी ने लंदन के फेबर एंड फेबर लिमिटेड द्वारा प्रकाशित और यूनिवर्सिटी प्रेस ग्लासगो में मुद्रित पुस्तक 'द टेन प्रिंसिपल उपनिषद' के पहले संस्करण की एक प्रति राष्ट्रपति जो बाइडेन को उपहार में दी। pic.twitter.com/7GKPrOZ4r7
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
પીએમ મોદીએ આપી આ ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનને પ્રયોગશાળામાં વિક્સીત 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો.
प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका की फर्स्ट लेडी डॉ. जिल बाइडेन को प्रयोगशाला में विकसित 7.5 कैरेट का ग्रीन डायमंड उपहार में दिया। pic.twitter.com/dhXBd8l0Ky
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
આ ઉપરાંત પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને એક ખાસ ચંદનનો ડબ્બો ભેટમાં આપ્યો. જેને જયપુરના એક માસ્ટર શિલ્પકાર દ્વારા હસ્તનિર્મિત કરાયો છે. તેના પર મૈસૂરથી મળેલા ચંદનમાં જટિલ રીતે નક્શીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે.
बॉक्स में भगवान गणेश की मूर्ति है। मूर्ति को कोलकाता के पांचवीं पीढ़ी के चांदी कारीगरों के एक परिवार द्वारा हस्तनिर्मित किया गया है।
बॉक्स में एक दीया (तेल का दीपक) भी है। इस चांदी के दीये को भी कोलकाता में पांचवीं पीढ़ी के चांदी कारीगरों के परिवार के कारीगरों द्वारा हस्तनिर्मित… pic.twitter.com/7lRDiy6WSW
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
બોક્સમાં ભગવાન ગણપતિની મૂર્તિ છે. મૂર્તિને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદી કારીગરોના એક પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. બોક્સમાં એક દીવો પણ છે. આ ચાંદીના દીવાને પણ કોલકાતામાં પાંચમી પેઢીના ચાંદીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે.
પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટ અપાયેલા બોક્સમાં દસ દાન રાશિ છે. ગૌદાન (ગાયનું દાન) માટે ગાયના સ્થાન પર પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા એક નાજુક હસ્તનિર્મિત ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું છે. ભૂદાન માટે ભૂમિકાના સ્થાન પર મૈસૂર, કર્ણાટકથી પ્રાપ્ત ચંદનનો એક સુગંધિત ટુકડો. તલદાન (તલના બીજનું દાન) માટે તમિલનાડુથી લાવવામાં આવેલા તલ કે સફેદ તલના બીજ ચડાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં હસ્તનિર્મિત આ 24 કેરેટ શુદ્ધ અને હોલમાર્કવાળો સોનાનો સિક્કો હરણ્ય દાન (સોનાના દાન) તરીકે આપવામાં આવ્યું છે.
पीएम मोदी द्वारा अमेरिकी राष्ट्रपति जो बाइडेन को उपहार में दिए गए बॉक्स में दस दान राशि हैं- गौदान (गाय का दान) के लिए गाय के स्थान पर पश्चिम बंगाल के कुशल कारीगरों द्वारा एक नाजुक हस्तनिर्मित चांदी का नारियल दिया गया है।
भूदान (भूमि का दान) के लिए भूमि के स्थान पर मैसूर,… pic.twitter.com/JTyJvPM3ZT
— ANI_HindiNews (@AHindinews) June 22, 2023
પીએમ મોદી દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ભેટમાં અપાયેલા બોક્સમાં 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે જેને રાજસ્થાનના કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયો છે. તેને રૌપ્યદાન (ચાંદીનું દાન) તરીકે રજૂ કરાયો છે. લવંદન (મીઠાનું દાન) માટે ગુજરાતનું લવણ એટલે કે મીઠું આપવામાં આવ્યું છે.
વ્હાઈટ હાઉસમાં ડીનરનું આયોજન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડીનરનું આયોજન કર્યું છે. જેના મેન્યુમાં બાઈડેનના મનપસંદ પાસ્તા અને આઈસ્ક્રીમ પણ સામેલ કરાયા છે. ડીનરમાં પીએમ મોદી અને જો બાઈડેન ઉપરાંત ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુવિલન પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા ઝીલ બાઈડેન સાથે વિશેષ ભેટનું આદાન પ્રદાન કર્યું.
વ્હાઈટ હાઉસ પહોંચેલા પીએમ મોદીનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્વાગત કર્યું. અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેને સ્ટેટ ડીનરનું મેન્યુ શેર કર્યું છે. આ અગાઉ પીએમ મોદીએ ઝીલ બાઈડેન સાથે એલેક્ઝેન્ડ્રિયા (વર્ઝીનિયા)માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બે એવા ઈન્ક્યુઝીવ દેશ છે જે સસ્ટેનેબલ ગ્રોથનું એન્જિન બનશે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કૌશલ વિકાસ સંલગ્ન એક કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું એ સન્માનની વાત છે. આપણા માટે કૌશલ વિકાસ ટોચની પ્રાથમિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે