Watch Video: બુર્જ ખલીફા પર તિરંગા સાથે PM મોદીનો ફોટો, UAE માં આ રીતે થયું સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો ફ્રાન્સ પ્રવાસ પૂરો કરીને યુએઈ પહોંચી ગયા છે. પીએમ મોદી અબુધાબી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ ઉપરાંત પીએમ મોદીના સ્વાગતમાં દુબઈમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર ભારતીય તિરંગા સાથે પીએમ મોદીની તસવીરને દેખાડવામાં આવી
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો ફ્રાન્સ પ્રવાસ પૂરો કરીને યુએઈ પહોંચી ગયા છે. પીએમ મોદી અબુધાબી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ ઉપરાંત પીએમ મોદીના સ્વાગતમાં દુબઈમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર ભારતીય તિરંગા સાથે પીએમ મોદીની તસવીરને દેખાડવામાં આવી. તેમના સ્વાગતમાં લખવામાં આવ્યું કે વેલકમ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી.
UAE: Burj Khalifa welcomes Indian PM Modi with a dazzling light show. pic.twitter.com/8rptbA7KLa
— Sidhant Sibal (@sidhant) July 15, 2023
પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પ્રમુખ દ્વિપક્ષીય મુદ્દો પર ચર્ચા કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદીના ઓપચારિક સ્વાગત બાદ પ્રતિનિધિસ્તરની વાર્તા થશે. બપોરે 3.20 વાગે લંચ થશે. ત્યારબાદ 4.45 વાગે તેઓ દિલ્હી માટે રવાના થશે.
PM Modi on his arrival at Abu Dhabi airport was received by UAE Crown Prince Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan pic.twitter.com/vlYPNpoj4A
— ANI (@ANI) July 15, 2023
મળતી માહિતી મુજબ પીએમ બન્યા બાદ તેમનો આ પાંચમો યુએઈ પ્રવાસ છે. ઓગસ્ટ 2015માં તેમણે પ્રથમવાર સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કર્યો હતો. 34 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો યુએઈ પ્રવાસ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે