ફાઇઝરનો દાવો- બ્રિટન તથા દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન સામે લડવામાં સક્ષમ છે તેની Covid-19 Vaccine

કોવિડ-19 વેક્સિન (Corona virus vaccine) વિકસિત કરનારી કંપની ફાઇઝર-બાયોએનટેક (Pfizer-BioNtech) એ દાવો કર્યો છે કે તેની વેક્સિન બ્રિટન તથા દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો સામનો કરવામાં સક્ષમ છે.
 

ફાઇઝરનો દાવો- બ્રિટન તથા દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન સામે લડવામાં સક્ષમ છે તેની  Covid-19 Vaccine

લંડનઃ કોવિડ-19 વેક્સિન (Corona virus vaccine) વિકસિત કરનારી કંપની ફાઇઝર-બાયોએનટેક (Pfizer-BioNtech) એ દાવો કર્યો છે કે તેની વેક્સિન બ્રિટન તથા દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો સામનો કરવામાં સક્ષમ છે. ફાઇઝરે બુધવારે જાહેર નિવેદનમાં કહ્યું, આ નિષ્કર્ષોથી તે સંકેત મળતો નથી કે વાયરસ માટે નવા વેરિયન્ટ માટે નવી વેક્સિનની જરૂર છે. આ અભ્યાસનું પરિણામ બાયોઆરવિક્સ  (bioRxiv) માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. 

આ સત્પાહની શરૂઆતમાં મોડર્ના  (Moderna) એ કહ્યું હતું કે કોવિડ-19 વેક્સિન (Corona vaccine) ના બે ડોઝથી તે વાતની આશા છે કે નવા સ્ટ્રેનથી બચાવ થઈ શકે છે. સાથે મોડર્નાએ કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા (South Africa) માં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના બચાવ માટે કોવિડ-19 બૂસ્ટર શોટ પર કામ કરી રહી છે. 

કોરોના વેક્સિન ફાઇઝર (pfizer vaccine) ને સૌથી પહેલા બ્રિટનમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાએ આ વેક્સિનને મંજૂરી આપી હતી. હવે યુરોપીય યુનિયન, ઇઝરાયલ, સાઉદી સહિત વિશ્વના ઘમા દેશોએ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. bioRxiv દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં તે પણ સામે આવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવિડ વેક્સિન કોવેક્સીન પણ બ્રિટનના સ્ટ્રેન વિરુદ્દ ઉપયોગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news