Apple Daily: એવું શું થયું કે અખબાર ખરીદવા માટે અચાનક ઉમટી પડ્યા લોકો?

એપ્પલ ડેલી લોકતંત્ર સમર્થક વલણ માટે જાણીતું છે અને તે શહેર પર નિયંત્રણ વધારવા માટે ચીન તથા હોંગકોંગની સરકારોની હંમેશા ટીકા કરતું આવ્યું છે. 2019માં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ અર્ધ-સ્વાયત ચીની શહેરમાં અસંતુષ્ટો પર કાર્યવાહીના સિલસિલામાં આ મહત્વનું પગલું છે. 
 

Apple Daily: એવું શું થયું કે અખબાર ખરીદવા માટે અચાનક ઉમટી પડ્યા લોકો?

હોંગકોંગઃ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક અખબાર 'એપ્પલ ડેલી'ની છેલ્લી પ્રિન્ટ એડિશન લેવા માટે ગુરૂવારે વહેલી સવારે લોકોની લાઇન લાગી અને સામાન્ય રીતે 80,000 કોપીનું પ્રકાશન કરનાર આ અખબારની છેલ્લી એડિશનની 10 લાખ કોપી થોડીવારમાં વેચાઇ ગઈ હતી. લોકતંત્રના સમર્થન માટે પોતાની અલગ ઓળખ બનાવનાર અખબારની અંતિમ એડિશનમાં એક તસવીર પ્રકાશિત કરવામાં આવી જેમાં એપ્પલ ડેલીના કર્મચારી ઇમારતની આસપાસ વરસાદ છતાં એકત્રિત થયેલા સમર્થકોનું કાર્યાલયમાંથી હાથ હલાવી અભિવાદન કરી રહ્યાં છે અને તેને સાથે શીર્ષક આપવામાં આવ્યું, 'હોંગકોંગ વાસીઓએ વરસાદમાં દુખદ વિદાય આપી, અમે એપ્પલ ડેલીનું સમર્થન કરીએ છીએ.'

શહેરમાં મોટાભાગના સ્થળોએ સવારે આઠ કલાક સુધી એપ્પલ ડેલીની 10 લાખથી વધુ કોપી વેચાઇ ગઈ હતી. અખબારે પોલીસે તેમની 23 લાખ ડોલરની સંપત્તિ ફ્રીઝ કરવા, તેના કાર્યાલયમાં સર્ચ ઓપરેશન કરવા અને પાંચ એડિટરો અને કાર્યકારીઓની પાછલા સપ્તાહે ધરપડક કર્યા બાદ કહ્યું હતું કે તે પોતાનું સંચાલન બંધ કરશે. પોલીસે અખબાર પર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મુકવા માટે વિદેશથી મિલીભગતનો આરોપ લગાવતા આ કાર્યવાહી કરી હતી. 

એપ્પલ ડેલી લોકતંત્ર સમર્થક વલણ માટે જાણીતું છે અને તે શહેર પર નિયંત્રણ વધારવા માટે ચીન તથા હોંગકોંગની સરકારોની હંમેશા ટીકા કરતું આવ્યું છે. 2019માં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ અર્ધ-સ્વાયત ચીની શહેરમાં અસંતુષ્ટો પર કાર્યવાહીના સિલસિલામાં આ મહત્વનું પગલું છે. અખબાર એવા સમયમાં બંધ થઈ રહ્યું છે જ્યારે અધિકારીઓએ 2019માં સરકારી વિરોધી પ્રદર્શનો બાદ અસંતુષ્ટો પર કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. ચીન દ્વારા આશરે એક વર્ષ પહેલા લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ પહેલા કેસની સુનાવણી શરૂ થવાની સાથે આ જાહેરાત કરવામાં આવી છે.

એપ્પલ ડેલીના ગ્રાફિક ડિઝાઇનર ડિકસને કહ્યુ- આ અમારો છેલ્લો દિવસ છે અને છેલ્લી પ્રિન્ટ એડિશન છે, શું આ સત્ય દેખાડે છે કે હોંગકોંગે પોતાની પ્રેસની આઝાદી અને અભિવ્યક્તિની આઝાદીને ગુમાવવાનું શરૂ કરી દીધું છે? તેને આ રીતે સમાપ્ત થવું પડ્યું? શું હોંગકોંગમાં હવે કોઈ એપ્પલ ડેલી અખબાર હશે નહીં? બુધવારે રાત્રે ન્યૂઝરૂમમાં એકત્રિત કર્મીઓને સહાયક પ્રકાશક ચાન પુઈ-મૈને કહ્યુ- તમે બધાએ ખુબ શાનદાર કામ કર્યું. એપ્પલ ડેલીએ છેલ્લી એડિશન માટે 10 લાખ કોપીઓ પ્રકાશિત કરી, જે સામાન્ય રીતે 80 હજાર છપાઇ છે. લોકતંત્ર સમર્થક મીડિયા સંગઠન ઓનલાઇન હાજર છે પરંતુ આ શહેરમાં પોતાના પ્રકારનું એકમાત્ર પ્રિન્ટ અખબાર હતું. 

કર્મચારીઓના કાર્ય વચ્ચે બુધવારની રાત્રે 100થી વધુ લોકો પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે વરસાદમાં એપ્પલ ડેલીના કાર્યાલયની ઇમારત બહાર ઉભા રહ્યાં અને તેમણે તસવીરો લીધી તથા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે નારા લગાવ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે મોંગ કોકમાં નિવાસીઓએ અખબારના સ્ટેન્ડમાં પહોંચતા પહેલા લાઇનો લગાવી દીધી હતી. અંતિમ એડિશનમાં એક તસવીર પ્રકાશિત કરવામાં આવી જેમાં કાર્યાલય નીચે ઉભેલા સમર્થકોનું કર્મચારીઓ અભિવાદન કરી રહ્યાં છે. તેની સાથે એક શીર્ષક આપવામાં આવ્યું છે- હોંગકોંગના લોકોએ વરસાદમાં દુખદ વિદાય આપી, અમે એપ્પલ ડેલીનું સમર્થન કરીએ છીએ. 

ગુરૂવાર સુધી એપ્પલ ડેલીની વેબસાઇટ પણ ખુલી રહી નહતી અને તેના પર એક નોટિસ હતી, જેમાં લખ્યું હતું કે અમને તમને જણાવતા દુખ થઈ રહ્યું છે કે એપ્પલ ડેલી અને નેક્સ્ટ મેગેઝિનની વેબ તથા એપ પર ઉપલબ્ધ સામગ્રી 23 જૂન 2021ના મોડી રાત્રે 12 કલાકથી ઉપલબ્ધ રહેશે નહીં. અમે ઇમાનદારીથી મળેલા સહયોગ માટે અમારા બધા વાચકો, ઉપયોગકર્તાઓ, જાહેરાતદાતાઓ અને હોંગકોંગ વાસીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેની સમાચાર એપ પર પણ આવી નોટિસ પોસ્ટ કરવામાં આવી હતી. બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રાબે ટ્વિટ પર કહ્યુ કે, રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ઉપયોગ આઝાદી પર લગામ લગાવવા અને અસંતુષ્ટોને સજા આપવા માટે કરવામાં આવી રહ્યો છે. જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા અદેબારે અખબાર બંધ થવાને હોંગકોંગમાં પ્રેસની આઝાદીને ઝટકો ગણાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news