ભારતીય સેનાને મોટું નુકસાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન? ખતરનાક ષડયંત્રનો થયો ખુલાસો
પાકિસ્તાનના ગેરકાયદે કબ્જેવાળા કાશ્મીરને અડીને આવેલી લાઈન ઓફ કંટ્રોલ નજીક તહેનાત ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પરેશાન પાકિસ્તાની સેના વિપુલ પ્રમાણમાં હથિયાર અને ગોળાબારૂદ ખરીદવાની તૈયારીમાં છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના ગેરકાયદે કબ્જેવાળા કાશ્મીરને અડીને આવેલી લાઈન ઓફ કંટ્રોલ નજીક તહેનાત ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પરેશાન પાકિસ્તાની સેના વિપુલ પ્રમાણમાં હથિયાર અને ગોળાબારૂદ ખરીદવાની તૈયારીમાં છે. પાકિસ્તાને પોતાની હોવિત્ઝર તોપો માટે ઈટાલી સાથે લગભગ એક લાખ ગોળાની ખરીદીની ડીલ કરી છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ ઈટાલી આ ગોળાબારૂદ બહુ જલદી પાકિસ્તાનને આપશે તેવી ખાતરી પણ આપી છે.
પાકિસ્તાને ભારતને અમેરિકા પાસેથી મળી રહેલા M 777ની સરખામણી કરવા માટે ઈટાલીથી 121 નવી હોવિત્ઝર તોપો પણ ખરીદી છે. જેમાંથી મોટાભાગની હોવિત્ઝર તોપ પાકિસ્તાની સેનાને મળી ગઈ છે. જ્યારે ભારતે જે 145 M177 હોવિત્ઝર તોપની ડીલ કરી છે તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 2 તોપ જ મળી છે. ગુપ્તચર એજન્સીઓ તે માહિતી મેળવવામાં લાગી છે કે આખરે પાકિસ્તાની સેના ઈટાલી પાસેથી એક લાખ ગોળા ખરીદી રહી છે તેની પાછળ કારણ શું છે?
કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ અમારી એજન્સીઓ એ માહિતી મેળવવામાં લાગી છે કે આખરે પાકિસ્તાન ઈટાલી પાસેથી આટલા એક લાખ જેટલા ગોળા કેમ ખરીદી રહ્યું છે અને તે તેનો ઉપયોગ કયા કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આમ જોવા જઈએ તો જ્યારે ભારત સરકારે અમેરિકા પાસેથી 145 M177 હોવિત્ઝર તોપ ખરીદવા માટે લીલી ઝંડી આપી તો પાકિસ્તાને ઈટાલી પાસેથી 121 હોવિત્ઝર તોપ ખરીદી લીધી. આવામાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ પોતાની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માંગતુ નથી. ભારતની ધીમી રક્ષા ડીલની વિપરિત પાકિસ્તાન ઝડપથી પોતાની સેનાને અત્યાધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જો કે આ બાબતના જાણકારો એ વાતથી પણ ચોંક્યા છે કે આખરે પાકિસ્તાની સેના ચીનની જગ્યાએ ઈટાલી પાસેથી હોવિત્ઝર તોપ કેમ ખરીદી રહી છે.
સુરક્ષા સંલગ્ન એક અધિકારીના જણાવ્યાં મુજબ એવું લાગે છે કે ચીનની હોવિત્ઝર તોપો પર પાકિસ્તાનને વધુ ભરોસો નથી અથવા તો ચીની હોવિત્ઝર તોપોની કિંમત ઈટાલીની તોપો કરતા વધુ હોઈ શકે છે. પરંતુ ચીનની જગ્યાએ ઈટાલી પાસેથી તોપોની ખરીદી ચોંકાવનારી છે. પાકિસ્તાની સેના જે પ્રકારે સતત લાઈન ઓફ કંટ્રોલ પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહી છે તેનો જવાબ પાકિસ્તાનને આપણી સેના તે જ ભાષામાં આપી રહી છે. ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ખુબ નુકસાન પણ પહોંચ્યું છે. કદાચ આ જ કારણે તે ઈટાલી પાસેથી આટલા ભારે પ્રમાણમાં તોપગોળા ખરીદી રહી છે. જેથી કરીને સેનાના બંકરને ટારગેટ કરી શકે.
એજન્સીઓના એક રિપોર્ટ મુજબ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન ખુબ ડર્યુ છે. લાઈન ઓફ કંટ્રોલને અડીને આવેલી પોસ્ટ પર જવાનોની સંખ્યા વધારી દીધી છે. પૂંછને અડીને આવેલા કાશ્મીરના કોટલી વિસ્તારમાં હાજર 3 પીઓકે બ્રિગેડને પાકિસ્તાને એલર્ટ કરી છે. આ સાથે જ જે પોસ્ટ પર સામાન્ય રીતે 2-3 જવાન હોય છે ત્યાં 10 જવાનો મૂકી દીધા છે.
એક અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને એ ડર છે કે જે રીતે તેણે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સેના પર અનેક બેટ એક્શન લીધા હતાં તેના કારણે ભારતીય સેના તેનો બદલો લેવાની તૈયારીમાં છે. આથી જ તે પોસ્ટ પર જવાનોની સંખ્યા વધારી રહ્યું છે. ગુપ્તચર રિપોર્ટ મુજબ પાકિસ્તાને 16 જાન્યુઆરીના રોજ મોકલેલી પોતાની એલર્ટમાં પીઓકેમાં હાજર તમામ યુનિટને હાઈ એલર્ટ પર રાખ્યા છે.
ભારતીય સેનાના ઉત્તર કમાનના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ રણબીર સિંહ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાની સેનાથી હંમેશા એક ડગલું આગળ છે. યુદ્ધવિરામનો ભંગ અને સ્નાઈપર શોટનો પાકિસ્તાનની સેનાને તેમની જ ભાષામાં જવાબ અપાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ લે. જનરલ રણબીર સિંહ કહ્યું કે ગત 48 કલાકોમાં આપણી સેનાએ પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે.
સેનાએ બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ અને મેજરની શહાદતનો બદલો પણ લીધો છે. પાકિસ્તાને એક જાન્યુઆરીથી જ યુદ્ધવિરામનો ભંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. 11 જાન્યુઆરીના રોજ રાજૌરીના પખર્ની સેક્ટરમાં આઈઈડી વિસ્ફોટમાં સેનાના એક મેજર એસજી નાયર અને એક જવાન શહીદ થયા હતાં. આ ઉપરાંત પાકિસ્તાની ગોળાબારીમાં સેના સાથે કામ કરનાર એક પોર્ટર પણ શહીદ થયો હતો. 15 જાન્યુઆરીએ પાકિસ્તાને સરહદ પર હીરાનગર સેક્ટરમાં સ્નાઈપર શોટ મારતા બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિનય પ્રસાદ શહીદ થયા હતાં.
વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે