ભાગેડુ ઝાકિર નાઈકના ભંડોળ અંગે મોટો ખુલાસો, ભારત સામે રચ્યું નફરતનું ષડયંત્ર
Trending Photos
નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) તેના ભાષણોથી ભારતમાં નફરત વધારવાનું ષડયંત્ર રચી રહ્યો છે. સુરક્ષા એજન્સિઓને જે નવા ઇનપુટ મળ્યા છે. ત્યારબાદથી આ વાતની પુષ્ટી થવા લાગી છે કે, ભારતમાં નફરતના આ ષડયંત્રને સપોર્ટ કરવા પાકિસ્તાન ઝાકિર નાઈકને મદદ કરી રહ્યું છે અને આ ઉપરાંત પાકિસ્તાન (Pakistan) કતર અને તુર્કીનો ઉપયોગ કરી રહ્યું છે.
ભારત સામે તમામ ષડયંત્રના તાર ક્યાંકને ક્યાં પાકિસ્તાનથી જોડાય છે અને હવે ભાગેડુ ઝાકિર નાઈકનું પણ નાપાક કનેક્શન સામે આવ્યું છે. Zee Mediaને મળેલી જાણકારી અનુસાર ભાગેડુ ઝાકિર નાઇકને ખાડી દેશોથી મોટી મદદ મળી રહી છે અને તેની પાછળ પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર છે.
ઝાકિર નાઇકને કતરમાં પોતાના એક નજીકના શખ્શનો સંપર્ક કર્યો
ભાગેડુ ઝાકિર નાઇકના ભંડોળને લઇ જે મોટો ખુલાસો થયો છે, તેના અનુસાર ઝાકિર નાઇકે તાજેતરમાં કતરમાં તેના એક ખાસ વ્યક્તિથી સંપર્ક કર્યો અને 5 લાખ ડોલરનું ફંડ માગ્યું. એટલું જ નહીં, જણાવવામાં આવી રહ્યું છે કે, તુર્કી અને કતર જેવા દેશ દ્વારા પણ પાકિસ્તાન ઝાકિર નાઈકને આર્થિક મદદ કરાવી રહ્યું છે. પાકિસ્તાન તેના માટે તુર્કી અને કતરની સાથે પોતાના સારા સંબંધોનો ઉપયોગ કરે છે.
અને આ વાત કોઇનાથી છુપાયેલી નથી કે, પાકિસ્તાનના ઈશારા પર તુર્કીએ જમ્મુ કાશ્મીરથી ધારા 370 હાટવ્યા બાદ ભારતની સામે દુષ્પ્રચારની રમત શરૂ કરી હતી. એટલું જ નહીં તુર્કીએ પાકિસ્તાનને FATAમાં બ્લેક લિસ્ટ થવાથી પણ બચવાનો પ્રયત્ન કરતું આવ્યું છે.
ભારતમાં ઝાકિર નાઇકની સામે મની લોન્ડ્રિંગ અને નફરત ભર્યા નિવેદન આપવાના કારણે તાપસ ચાલી રહી છે. પરંતુ આ જણવા છતાં પણ મલેશિયા તેને ભારતને સોંપવા તૈયાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, કતર અને યુએઈ સહિત કેટલાક ખાડીના દેશોમાં ઝાકિર નાઇકના બેંક એકાઉન્ટ છે જેના દ્વારા IRF અને બીજા સંગઠનો સુધી પહોંચી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે