જાણો કોણ છે આ શખ્સ, જેને અમેરિકાના કહેવા પર પાકિસ્તાન કરી રહ્યું છે મુક્ત

અફગાનિસ્તાન પર ખાસ દૂત જલમય ખલિલઝાદે વોશિંગટનમાં કહ્યું કે પાકિસ્તાનની તાલિબાનની સાથે સમાધાન પ્રક્રિયામાં ઘણી મહત્વની ભૂમિકા હતી પરંતુ તેમણે ‘ઐતિહાસિક રીતથી સકારાત્મક ભૂમિકા ભજવી નથી.’

જાણો કોણ છે આ શખ્સ, જેને અમેરિકાના કહેવા પર પાકિસ્તાન કરી રહ્યું છે મુક્ત

વોશિંગટન: પાકિસ્તાને ટ્રંપ સરકારના અનુરાધ પર તાલિબાનના મુખ્ય નેતા મુલ્લા બરાદારને મુક્ત કર્યો છે જે હવે અમેરિકા અને તાલિબાનની વચ્ચે શાંતિ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યાં છે. અફગાનિસ્તાન પર ખાસ દૂત જલમય ખલિલઝાદે વોશિંગટનમાં કહ્યું કે પાકિસ્તાનની તાલિબાનની સાથે સમાધાન પ્રક્રિયામાં ઘણી મહત્વની ભૂમિકા હતી પરંતુ તેમણે ‘ઐતિહાસિક રીતથી સકારાત્મક ભૂમિકા ભજવી નથી.’

યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવાના પ્રયાસોમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે પૂછવા પર તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં પાકિસ્તાનના વલણમાં ‘સકારાત્મક ફેરફાર’ આવ્યા છે. તાલિબાનની સાથે શાંતિ વાર્તાના ટ્રંપ સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરી રહેલા મુખ્ય અમેરિકન દૂતે કહ્યું કે, મુલ્લા બરાદારને મુક્ત કરવાના મારા અનુરોધને તેમણે (પાકિસ્તાન) માન્યો કેમકે, મુલ્લા બરાદારની છવી થોડી ખુલ્લા વિચારો રાખનાર અને શાંતિનું સમર્થન કરનાર વ્યક્તિની છે.

અફગાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇથી પણ કરી હતી વાત
ખલિલઝાદે જણાવ્યું કે અફગાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ અને તેમના ઉત્તરાધિકારી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું કે, બરદાર શાંતિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને તેમણે તાલિબાન તથા અમેરીકાની વચ્ચે વાર્તા કરવવાનો પ્રયત્ન કર્યો ચે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તાલિબાન અને સરકારની વચ્ચે વાતચીત સહિત ધરેલું વાર્તાનું સમર્થન કરે છે એટલા માટે બરદારને મુક્તી ઘણી જ સકારાત્મક વાત છે.

તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, ‘અમે હમેશા ઇચ્છે છીએ કે પાકિસ્તાન અને અન્ય દેશ વધારે પ્રયાસ કરે પરંતુ હજુ સુધી તેમણે જે કર્યું અમે તેમની પ્રશંસા કરીએ છે અને હું , વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ તથા રાષ્ટ્રપતિના આ સંકેત આપ્યું છે કે અમે પાક્સિતાનની સાથે સારા સંબંધ ઇચ્છીએ છે.’ ખલિલઝાદે કહ્યું કે પાક્તિસ્તાન એક મહત્વપૂર્ણ દેશ છે જેની સાથે અમે સારા સંબંધ ઇચ્છીએ છે.

ખલિલઝાદે દોહામાં તાલિબાનની સાથે કરી વાત
તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાને તાલિબાન અને હક્કાની નેટવર્કની સાથે તેમના સંબંધો માટે જે ભૂમિકા ભજવી તે અમેરિકા-પાક સંબંધો પર ભાર રહ્યો છે. તેઓએ કહ્યું કે તે શાંતિ ઇચ્છે છે. અમે તેનું સ્વાગત કરીએ છે. અમે ઇચ્છીએ છે કે તેઓ સકારાત્મક ભૂમિકા ભજવે. અમેરિકન રાજદ્વારી ખલિલઝાદે દોહામાં તાલિબાનની સાથે ઘણા તબક્કાઓ પર વાત કરી છે.’ ખાલિલજાદે કહ્યું કે, ‘તાલિબાનની સાથે અમારી મોટાભાગની બેઠક પાકિસ્તાનમાં નથી થઇ. આ અન્ય દેશોમાં જ થઇ છે. મને લાગે છે કે મારું અહીંયા હોવાનો સંદેશ એ છે કે આફગાનિસ્તાનમાં શાંતિ પાકિસ્તાનની સાથેના અમારા સંબંધોમાં મદદગાર થશે.’ તેમણે કહ્યું કે, ‘આફગાનિસ્તાનમાં શાંતિથી અફગાન-પાકિસ્તાન સંબંધો, ક્ષેત્રીય સંપર્કમાં મદદ મળશે. પાકિસ્તાનને તેનો લાભ મળશે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news