Amit Shah એ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ શું કર્યો કે..પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો, જાણો શું કહ્યું?

ગૃહમંત્રી અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો, અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. આ નિવેદન બાદ આતંકવાદને સતત પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને હવે શાંતિની વાતો યાદ આવવા લાગી છે.

Amit Shah એ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ શું કર્યો કે..પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો, જાણો શું કહ્યું?

ઈસ્લામાબાદ: ગૃહમંત્રી અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો, અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. આ નિવેદન બાદ આતંકવાદને સતત પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને હવે શાંતિની વાતો યાદ આવવા લાગી છે. તે પોતાને શાંતિપ્રય દેશ ગણાવી રહ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. અત્રે જણાવવાનું કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત હવે પહેલાની સ્થિતિમાં નથી. તે જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. 

વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો ડર
અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનને વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની બીક લાગી રહી છે. આથી તે હવે એવું દર્શાવી રહ્યું છે કે તેને તણાવપૂર્ણ માહોલ બનાવવામાં કોઈ રસ નથી અને તે એક શાંતિપ્રિય દેશ છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. પરંતુ ભારતના કોઈ પણ 'આક્રમક મનસૂબા'ને નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડશે નહીં. 

પાકિસ્તાને આપ્યું આ નિવેદન
પાકિસ્તાને એમ પણ કહ્યું કે અમિત શાહનું નિવેદન વધુ સર્જિકલ સ્ટ્રાઈક માટે ચેતવણી આપનારું છે. તે બિનજવાબદાર અને ઉત્તેજક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે તેમનું ભ્રમપૂર્ણ નિવેદન માત્ર ભારત-આરએસએસ ગઠબંધનના વૈચારિક કારણો અને રાજનીતિક લાભ બંને માટે ક્ષેત્રીય તણાવને ભડકાવવાની પ્રવૃત્તિ દેખાડે છે. જે પાકિસ્તાન પ્રત્યે શત્રુતા પર આધારિત છે. જ્યારે પાકિસ્તાન તો એક શાંતિપ્રિય દેશ છે. અમે કોઈ પણ આક્રમક મનસૂબાને સંપૂર્ણ રીતે નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. 

શું કહ્યું હતું અમિત શાહે?
અમિત શાહે ગોવામાં ગુરુવારે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક ભારતની સુરક્ષામાં એક નવો અધ્યાય હતો. પીએમ મોદી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. અમે સંદેશ આપ્યો કે કોઈ પણ ભારતની સરહદો પર હરકત કરી શકે નહીં. વાતચીતનો સમય હતો પરંતુ હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. યુપીએ સરકારની રક્ષા નીતિની આલોચના કરતા અમિત શાહે કહ્યું કે પહેલા જ્યારે ભારતની સરહદે હુમલો થતો હતો ત્યારે વાતચીત થતી હતી. પરંતુ હવે સમય બદલો લેવાનો છે. 

J&K ના પ્રવાસે જશે શાહ
ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દહેશત ફેલાવવા લાગ્યા છે. પાકિસ્તાનનો ડર વધી ગયો છે. શાહ 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. ઓગસ્ટ 2019માં કલમ 370ને ખતમ કર્યા બાદ આ તેમનો પહેલો પ્રવાસ હશે. નોંધનીય છે કે કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ખુબ અકળાયેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news