ધૂંધવાયેલા ઇમરાને PM મોદી પર વ્યંગ કરતા કહ્યું, નાના લોકો પાસે દૂરદર્શી વિચાર નહી

હું આખુ જીવન નાના લોકોને મળ્યો જેઓ ઉંચા પદો પર બેઠા છે, જો કે તેમની પાસે દરદર્શી વિચારસરણીવાળા નથી હોતા, ઇમરાન ખાનનો વ્યંગ

ધૂંધવાયેલા ઇમરાને PM મોદી પર વ્યંગ કરતા કહ્યું, નાના લોકો પાસે દૂરદર્શી વિચાર નહી

ઇસ્લામાબાદ : ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક ઉપરાંત વિદેશમંત્રીઓની પ્રસ્તાવિત મુલાકાત રદ્દ કરવામાં આવતા પાકિસ્તાની વડાપ્રધાન અને વિદેશ મંત્રી સહિત અન્યો એક પછી એક નિવેદનબાજી કરી રહ્યા છે.  તેઓ સતત વાર્તા અને મુલાકાતનાં રાગ આલાપી રહ્યા છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બાદ હવે શનિવારે ત્યાંના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, બંન્ને પાડોશી દેશોની વચ્ચે શાંતિ બહાલની પહેલ અંગે ભારતની નકારાત્મક પ્રતિક્રિયા નિરાશાજનક છે. 

આ દરમિયાન ઇમરાન ખાને વડાપ્રધાન મોદી પર નામ લીધા વગર જ વ્યંગ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, શાંતિ બહાલી માટે વાર્તા મારી પહેલ અંગે ભારતે અહંકારી અને નકારાત્મક પ્રિતક્રિયા આપી છે. જેના કારણે હું ખુબ જ નિરાશ છું. જો કે હું જીવન નાના લોકોને મળ્યો છું, જે ઉંચા પદો પર બેઠે છે, પરંતુ તેમની પાસે દુરદર્શી વિચાર નથી હોતી. 

આ અગાઉ શુક્રવારે પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મહોમ્મદ કુરેશીએ સુષ્મા સ્વરાજની સાથે ન્યૂયોર્કમાં પ્રસ્તાવિત મુલાકાત રદ્દ કરવાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત આંતરિક દબાણના કારણે દુર્ભાગ્યપુર્ણ પગલા ઉઠાવવા માટે મજબુર થયું. 

— Imran Khan (@ImranKhanPTI) September 22, 2018

ભારતે શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં 3 પોલીસ કર્મચારીઓ અને બીએસએફનાં એક જવાનની હત્યા અને પાકિસ્તાન તરફથી આતંકવાદી બુરહાન વાની સહિત 20 આતંકવાદીઓનાં મહિમામંડન કરનારી ટપાલ ટીકિટ બહાર પાડવા મુદ્દે નારાજગી વ્યક્ત કરાત સુષ્મા અને કુરૈશી વચ્ચે પ્રસ્તાવિત મુલાકાત રદ્દ કરી દેવાઇ હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની નીયત અને અસલી ચહેરો કાર્યકાળ ચાલુ થતાની સામે જ આવી ગઇ છે. 

વિદેશમંત્રી સ્તરની વાતચીત રદ્દ થવાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી. પ્રસ્તાવિત બેઠક રદ્દ થવાનાં કારણે ધુંધવાયેલા પાકિસ્તાની વિદેશમંત્રીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપુર્ણ છે કે ભારતે સકારાત્મક પ્રતિક્રિયા નથી આપી. ભારતીયોએ એકવાર ફરીથીથી શાંતિની તક બેકાર કરી દીધી.

ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે બેસીને વાત કરવું મહત્વપુર્ણ હોય છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને કુરૈશીનાં હવાલાથી કહ્યું કે, એવું લાગે છે કે ભારતે આવતા વર્ષે પ્રસ્તાવિત પોતાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલે છે. બારતની જિદ્દ દક્ષેશ દેશોના ભવિષ્યને પ્રતિકુળ પદ્ધતીથી પ્રભાવિત કરી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news