પાકિસ્તાનમાં જન્મેલા અફઘાન, બાંગ્લાદેશી શરણાર્થીઓને મળશે નાગરિકતાઃ ઇમરાન ખાન

ઇમરાન ખાન તરફથી જાહેરાત કરવામાં આવી કે બાંગ્લાદેશથી આવેલા ગરીબ પ્રવાસી 40 કરતા વધુ વર્ષોથી અહીં છે, હવે તેના બાળકો પણ મોટા થઈ ગયા છે. અમે તેને પાસપોર્ટ અને આઈડી કાર્ડ આપશું. 

પાકિસ્તાનમાં જન્મેલા અફઘાન, બાંગ્લાદેશી શરણાર્થીઓને મળશે નાગરિકતાઃ ઇમરાન ખાન

કરાચીઃ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે તેની સરકાર તે સમામ અફઘાન અને બાંગ્લાદેશી શર્ણાર્થીઓને નાગરિકતા આપશે, જેનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનલના સમાચાર પ્રમાણે સરકાર બન્યા બાદ રવિવારે પોતાના પ્રથમ પ્રવાસ પર કરાચી પહોંચેલા ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનમાં જન્મેલા અફઘાન અને બાંગ્લાદેશી શરણાર્થીઓને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (એનઆઈસી) તથા પાસપોર્ટ આપવામાં આવશે. 

મીડિયામાં આવેલા સમાચારોમાં ખાનના હવાલાથી લખ્યું છે, બાંગ્લાદેશથી આવેલા આ ગરીબ પ્રવાસી 40 કરતા વધુ વર્ષોથી અહીં છે, હવે તેમના બાળકો પણ મોટા થઈ ગયા છે. અમે તેના પાસપોર્ટ આઈડી કાર્ડ આપશું. આ અમે તે અફઘાનિસ્તાનીઓને પણ આપશું જેના બાળકો અહીં રહ્યાં અને મોટા થયા, જેનો અહીં જન્મ થયો તેને અમે (નાગરિકતા) આપશું. 

પાકિસ્તાનમાં ક્યા દેશના કેટલા શરણાર્થીઓ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી) પ્રમાણે પાકિસ્તાનમાં 13.9 લાખથી વધુ અફઘાન શરણાર્થીઓ છે. જેમાંથી ઘણા 30 કરતા વધુ વર્ષથી રહે છે. આ સિવાય 2 લાખ બાંગ્લાદેશીઓ પણ અહીં રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news