ઈમરાન ખાને ફરી આપી યુદ્ધની ધમકી, કહ્યું-'PoK પર ભારતે કઈ કર્યું તો પાકિસ્તાન પણ તૈયાર'

આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ અપમાન થવા છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે.

ઈમરાન ખાને ફરી આપી યુદ્ધની ધમકી, કહ્યું-'PoK પર ભારતે કઈ કર્યું તો પાકિસ્તાન પણ તૈયાર'

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ અપમાન થવા છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો પાકિસ્તાન પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું કે બે પરમાણુ શક્તિઓ (ભારત અને પાકિસ્તાન) વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે. 

આ અગાઉ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતે અમને દેવાળીયા કરવાની કોશિશ કરી છે. આ સાથે જ ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીર રાગ પણ આલાપ્યો છે. 

જુઓ LIVE TV

ઈમરાન ખાને કહ્યું હતું કે કાશ્મીર પર હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કાશ્મીર પર ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતે મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવી તક શોધતું રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news