પાકિસ્તાનમાં PM ઈમરાન ખાનની ખુરશી ખતરામાં! હવે બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો 21 માર્ચે સંસદના સત્ર દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ નહીં રજૂ કરવાની મંજૂર નહીં આપવામાં આવે તો તેઓ અને પાર્ટીના અન્ય નેતાઓ ગૃહની બહાર નીકળી જશે.

પાકિસ્તાનમાં PM ઈમરાન ખાનની ખુરશી ખતરામાં! હવે બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાનના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.  પાકિસ્તાનમાં હવે વિપક્ષે ઈમરાન સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. એટલું જ નહીં, ઈમરાન સરકારની પાર્ટીના ઘણા નેતાઓએ પણ બગાવતી વલણ અપનાવી લીધું છે. દરમિયાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો 21 માર્ચે સંસદના સત્ર દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ નહીં રજૂ કરવાની મંજૂર નહીં આપવામાં આવે તો તેઓ અને પાર્ટીના અન્ય નેતાઓ ગૃહની બહાર નીકળી જશે. તેના સિવાય OIC (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન)નું સત્ર પણ નહીં થાય.

ભુટ્ટોએ ઈમરાન સરકાર વિરુદ્ધ મોરચો માંડતા વધુમાં જણાવ્યું છે કે, નેશનલ એસેમ્બલીના સ્પીકર જો 21 માર્ચે અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવે તો વિરોધ પક્ષના નેતાઓ અને સમર્થકો રસ્તાઓ રોકીને ટ્રાફિક જામ કરશે અને નક્કી કરશે કે સુરક્ષાની સ્થિતિને કારણે OIC કોન્ફરન્સ યોજવી જોઈએ નહીં જ્યારે, શાસક પીટીઆઈએ 14 અસંતુષ્ટ સાંસદોને કારણ બતાવો નોટિસ જાહેર કરી દીધી છે. સાંસદોને પીએમ ઈમરાન ખાન સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન સરકારના સેના સાથેના સંબંધોમાં તિરાડ પડી છે અને 28 માર્ચે ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની કસોટી થશે.

આ સાંસદોને નોટિસ પાઠવવામાં આવી
- નૂર આલમ ખાન
- મહંમદ અફઝલખાન ઢાંડલા
- નવાબ શેર
- રાજા રિયાઝ અહેમદ
- અહેમદ હુસૈન દેહર
- રાણા મુહમ્મદ કાસિમ નૂન
- મુહમ્મદ અબ્દુલ ગફાર વટ્ટુ
- મખદૂમ ઝાદા સૈયદ બાસિત અહેમદ સુલતાન
- આમિર તલાલ ગોપાંગ
- ખ્વાજા શેરાઝ મેહમૂદ
- સરદાર રિયાઝ મેહમૂદ ખાન મઝારી
- વજીહા કમર
- નુઝહત પઠાણ
- રમેશકુમાર વાંકવાણી

ફવાદ ખાને કહ્યું- 'પસ્તાવોનો દરવાજા ખુલ્લા છે'
બીજી બાજુ, માહિતી મંત્રી ફવાદ ખાને જણાવ્યું છે કે સરકાર ક્યાંય જઈ રહી નથી. ઈમરાન ખાન સિવાય પાકિસ્તાનમાં લોકતંત્ર સંભવ નથી. અમે હજી પણ લોકોને પાછા ફરવા વિનંતી કરીએ છીએ કારણ કે "પસ્તાવાનો દરવાજો ખુલ્લો છે." જે લોકો ઈમરાન ખાનની તરફેણમાં મતદાન કરવા માંગતા નથી તેઓ તેમની સીટ પરથી રાજીનામું આપી શકે છે. આવી સ્થિતિમાં પીએમને બ્લેકમેલ કરવામાં આવશે નહીં.

બહુમતીનો આંકડો છે 172
પીટીઆઈના સદનમાં 155 સભ્યો છે અને સરકાર સ્થિર રહે તે માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂરિયાત છે. પાર્ટીને છ રાજકીય પક્ષોના 23 સભ્યોનું સમર્થન મળેલું છે. જ્યારે, વિરોધ પક્ષોના 162 સાંસદો છે. જો ઈમરાનના નજીકના મિત્રો તેની વિરુદ્ધ જાય તો ઈમરાન માટે ખુરશી પર રહેવું શક્ય નથી. પાકિસ્તાનની સંસદમાં 342 સાંસદો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news