દુનિયા માટે રેડ એલર્ટઃ પરમાણુ હથિયાર ધરાવવાની બાબતે વિશ્વમાં 5મો સૌથી મોટો દેશ બન્યો પાકિસ્તાન

અમેરિકાની ગુપ્તચર એજન્સીએ 1999માં અનુમાન લગાવ્યું હતું કે, 2020માં પાકિસ્તાન પાસે 60થી 80 પરમાણુ હથિયાર હશે, જે અત્યારે વધીને એક અંદાજ પ્રમાણે 140થી 150 સુધી પહોંચી ગયા છે

દુનિયા માટે રેડ એલર્ટઃ પરમાણુ હથિયાર ધરાવવાની બાબતે વિશ્વમાં 5મો સૌથી મોટો દેશ બન્યો પાકિસ્તાન

વોશિંગટનઃ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખનારા લેખકોના એક તાજેતરના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે અત્યારે 140થી 150 પરમાણુ હથિયાર છે. જો વર્તમાન સ્થિતિ પ્રમાણે પાકિસ્તાન આગળ વધે છે તો 2025 સુધીમાં આ હથિયારોની સંખ્યા 220થી 250 સુધી થઈ જવાની સંભાવના છે. 

અમેરિકાની સંરક્ષણ ગુપ્તચર એજન્સીએ 1999માં અંદાજ મુક્યો હતો કે, 2020માં પાકિસ્તાન પાસે 60થી 80 પરમાણુ હથિયાર હશે, જે અત્યારે તેના કરતાં વધુ 140થી 150 થઈ ગયા છે. 

'પાકિસ્તાન પરમાણુ શક્તિ-2018' નામના રિપોર્ટમાં એમ ક્રિસ્ટેનસેન, રોબર્ટ એસ. નોરિસ અને જુલિયા ડાયમંડે જણાવ્યું કે, "અમારો અંદાજ છે કે જો વર્તમાન સ્થિતિ પ્રમાણે પાકિસ્તાન દ્વારા પરમાણુ હથિયારોનું નિર્માણ ચાલુ રહે છે તો 2025 સુધીમાં આ દેશનો પરમાણુ ભંડાર વાસ્તવિક્તાથી વધીને ઘણો વધારે 220થી 250 જેટલો થઈ શકે છે. જો આમ થાય છે તોપાકિસ્તાન દુનિયાનો પાંચમો સૌથી મોટો પરમાણુ હથિયાર સંપન્ન દેશ બની જશે."

મુખ્ય લેખક ક્રિસ્ટેનસેન વોશિંગટન ડીસીમાં ફેડરેશન ઓફ અમેરિકન સયન્ટિસ્ટ (FAS) પરમાણુ માહિતી પ્રોજેક્ટના નિદેશક છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં પરમાણુ હથિયારોની સુરક્ષા બાબતે અમેરિકાનું મુલ્યાંકન ઘણું બદલાઈ ગયું છે. હવે આ વિશ્વાસ ચિંતાની સ્થિતિમાં પહોંચી ગયો છે. જેનું મુખ્ય કારણ પાક દ્વારા પરમાણુ હથિયારોનું ઉત્પાદન છે. 

પાકિસ્તાનના પરમાણુ હથિયારથી ચિંતિત અમેરિકા
આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને જે નવા પ્રકારના પરમાણુ હથિયારનું નિર્માણ કર્યું છે તેમાં સમુદ્રમાંથી છોડી શકાય એવી ક્રૂઝ મિસાઈલ, હવામાંથી છોડી શકાય એવી ક્રુઝ મિસાઈલ અને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલનો સમાવેશ થાય છે. અમેરિકાએ એ પણ જણાવ્યું કે, ભારતને પાકિસ્તાન સામે જોખમ વધી ગયું છે અને પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાની ભુલ કરી શકે છે. 

ઉલ્લેખનીય કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારો અંગે આ નિવેદન અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સના નિદેશક ડોન કોટ્સે અમેરિકાના ઉપલા ગૃહમાં આપ્યું છે. તેમના અનુસાર પાકિસ્તાને માત્ર પરમાણુ હથિયાર જ બનાવ્યા નથી, પરંતુ હવે તે નવા પ્રકારના ટૂંકા અંતરના પરમાણુ હથિયારને વિકસિત કરી રહ્યું છે. 

તેમણે જણાવ્યું કે, તે ભારતને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારના હથિયારનું નિર્માણ કરી રહ્યું છે. કોટ્સે આ બાબતને ભારત સહિત સમગ્ર ક્ષેત્ર માટે ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વોડરેટર ડેવિગ સાંગેર પણ આ પ્રકારનું જ નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાન દુનિયામાં સૌથી વધુ ઝડપે પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news