ભારતના આ પગલા બાદ પાક. પિગળ્યું કહ્યું અમે પણ હવાઇ પ્રતિબંધ હટાવી શકીએ છીએ

બાલકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકવાદી શિબિર પર હુમલા બાદ આ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો

ભારતના આ પગલા બાદ પાક. પિગળ્યું કહ્યું અમે પણ હવાઇ પ્રતિબંધ હટાવી શકીએ છીએ

લાહોર : ભારતીય હવાઇ વિસ્તારમાં તમામ હવાઇ માર્ગો પર લાગેલ અસ્થાઇ પ્રતિબંધને હટાવવાના ભારતનાં નિર્ણય અનુરૂપ પાકિસ્તાન પણ ભારત સાથે પોતાની પૂર્વી સીમા પર હવાઇ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધને હટાવી શકે છે. પાકિસ્તાન સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ શિવારે આ સંકેત આપ્યા હતા. ભારતીય વાયુસેનાએ શુક્રવારે ટ્વીટ કરીને જાહેરાત કરી ,કે ભારતીય વાયુસેના દ્વારા 27 ફેબ્રુઆરી 19ના રોજ ભારતીય હવાઇ ક્ષેત્રમાં તમામ હવાઇ માર્ગો પર લગાવાયેલ અસ્થાઇ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. 

ભારતીય વાયુસેનાએ શુક્રવારે ટ્વીટ પર જાહેરાત કરી, ભારતીય વાયુસેના દ્વારા 27 ફેબ્રુઆરી 19ના રોજ ભારતીય હવાઇ ક્ષેત્રમાં તમામ હવાઇ માર્ગો પર લગાવાયેલ અસ્થાઇ પ્રતિબંધોને હટાવી દેવામાં આવ્યા છે. 

— Indian Air Force (@IAF_MCC) May 31, 2019

ભાજપ માટે કોંગ્રેસના 52 સાંસદ પુરતા છે, અમે ઈંચ-ઈંચની લડાઈ લડીશું: રાહુલ ગાંધી
અમને ભારતે માહિતી નથી આપી
ભારતનાં નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા પાકિસ્તાન સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારત સરકાર પાકિસ્તાનની ઉડ્યન પર લાગેલ પ્રતિબંધ હટાવી લેશે તો પાકિસ્તાન પણ હવાઇ પ્રતિબંધો હટાવી શકે છે. અધિકારીએ કહ્યું કે, ભારતે હજી સુધી પાકિસ્તાનને તેની ઉડ્યનો માટે હવાઇ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટેની સુચના આહી દીધી છે. 

મોદી મંત્રીમંડળ 2.0 : જાણો કેટલા મંત્રી કરોડપતિ છે અને કેટલાની સામે અપરાધિક કેસ છે
તેમણે કહ્યું કે, અમને મીડિયા પાસેથી તેની માહિતી મળી છે. આ અંગે કોઇ અધિકારીક માહિતી પ્રાપ્ત થઇ નથી. જો ભારત અમારી ઉડ્યન પર હવાઇ પ્રતિબંધને હટાવી શકે છે તો અમે પણ આ પગલું ઉઠાવી શકે છે. બાલકોટમાં જૈશ એ મોહમ્મદની આતંકવાદી શિબિર પર હુમલા બાદ આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news