ઇમરાન ખાને પુત્રીના પિતા હોવાની વાત છુપાવી, ખુર્શી પર ખતરો
પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટ ઇમરાન ખાનને અયોગ્ય ઠેરવવાની સુનવણી અંગે સોમવારે સુનવણી કરશે
Trending Photos
કરાંચી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કુર્સી ખતરામાં પડી શકે છે. તેમની વિરુદ્ધ લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને અયોગ્ય ગણાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં ઇમરાન ખાન પર ઇમાનદાર અને ધર્મપરાયણ નહી હોવાની સાથે જ વર્ષ 2018માં લોકસભા ચૂંટણીનું ફોર્મમાં એખ પુત્રીનાં પિતા હોવાની વાત છુપાવવાનો આરોપ લગાવાયો છે.
લાહોર હાઇકોર્ટ આ મુદ્દે સુનવણી માટે તૈયાર થઇ ચુક્યું છે. પાકિસ્તાની કોર્ટ ઇમરાન ખાનને અયોગ્ય ગણાવવાની સાથે જ સોમવારે સુનવણી કરશે. અરજીમાં દલીલ કરવામાં આવી કે, ઇમરાન ખાને પાકિસ્તાનના સંવિધાનની કલમ 62 અને 63નું ઉલ્લંઘન કર્યું છે. જેથી તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે. પાકિસ્તાની સંવિધાનનાં અનુચ્છેદ 62 અને 63માં સંસદ સભ્ય માટે સાદિક અને અમીન (ઇમાનદાર અને ધર્મપરાયણ) હોવાની શરત લગાવાઇ છે.
કોંગ્રેસી તરીકે ઓળખાવવામાં પણ આવે છે શરમ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું
પાકિસ્તાની અખબાર ડોનના અનુસાર અરજીમાં અનાલુઇસા (સીતા) વ્હાઇની પુત્રી ટાયરિન જેડ ખાન વ્હાઇટને ઇમરાન ખાનની પુત્રી ગણાવાઇ રહી છે. ઇમરાન ખાને વર્ષ 2018ની લોકસભા ચૂંટણીમાં પોતાનાં ફોર્મમાં ટાયરિયન જેડ ખાન વ્હાઇટનાં કથિત પિતા હોવાની વાત છુપાવી હતી.
સીતા વ્હાઇટને ઇમરાન ખાનની પૂર્વ ગર્લફ્રેંડ ગણાવાઇ રહ્યા છે. તે મુદ્દે પહેલા પણ અનેકવખત ઇમરાન ખાનને સવાલ પુછવામાં આવી ચુક્યા છે, પરંતુ તેમણે તે અંગે પણ જવાબ નથી આપ્યો. આ ઉપરાંત સીતા વ્હાઇટે પણ પોતાની પુત્રી ટાયરિયન જેડ ખાન વ્હાઇટને ઇમરાન ખાનનાં બાયોલિજિકલ પિતા ગણાવાયા હતા.
5 વર્ષમાં 3 વખત દુશ્મનનાં ઘરમાં ઘુસીને માર્યા, 2ની માહિતી જ આપીશ: રાજનાથ સિંહ
સીતા વ્હાઇટ માલેતુજાર ઉદ્યોગપતિ લોર્ડ ગાર્ડન વ્હાઇટની પુત્રી છે. જો કે હવે તેઓ આ વિશ્વમાં નથી. મળતી માહિતી અનુસાર લોર્ડ ગોર્ડન વ્હાઇએટ કહ્યું હતું કે જો તેમની પુત્રી સીતા વ્હાઇટે ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા, તો તેમને પોતાની સંપત્તિથી એક પૈસો પણ નહી આપે. ત્યાર બાદ ઇમરાન ખાન અને સીતા વ્હાઇટના લગ્ન નહોતા થઇ શક્યા.
શનિવારે લાહોર કોર્ટે ઇમરાન ખાનની વિરુદ્ધ દાખલ આ અરજીનો સ્વિકાર કરી લીધો છે. હવે આ મુદ્દે 11 માર્ચે સુનવણી થશે. આ અગાઉ પણ ઇમરાન ખાન માટે ટાયરિયન જેડ ખાન વ્હાઇટ મુદ્દે અરજી દાખલ કરવામાં આવી ચુકી છે. જો કે કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ અરજી રદ્દ કરી દીધી હતી.
હવે ઇમરાન ખાનની વિરુદ્ધ નવી અરજીતે સમયે દાખલ કરી છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર આત્મઘાતી હુમલો થયો હતો. તેની જવાબદારી પાકિસ્તાન ખાતેનાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે સ્વિકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે