નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'

લાહોરમાં નવાઝ શરીફની પુત્રી મરિયમે જણાવ્યું છે કે, જેના કારણે તેમના પિતાને દોષી ઠેરવવામાં આવ્યા છે અને જેલની સજા થઈ છે એ કેસના સંબંધમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયામાં ગંભીર રીતે સમાધાન કરવામાં આવ્યું છે 
 

નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'

ઈસ્લામાબાદઃ ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સજા સંભળાવનારા જજ અંગે હવે એક નવી વાત બહાર આવી છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ બહાર પાડી છે અને દાવો કર્યો છે કે, એક દબાણ હેઠળ નવાઝ શરીફને સજા સંભળાવાઈ છે. મરિયમે જાહેર કરેલા વીડિયોમાં જજ એવું બોલતા સંભળાય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીને તેઓ સજા સંભળાવા માગતા નથી, પરંતુ તેઓ આમ કરવા માટે મજબૂર છે. 

દબાણમાં સંભળાવાઈ નવાઝને સજા
મરિયમે જણાવ્યું કે, 'પુરાવા' રજૂ કર્યા પછી તેમના પિતા શરીફને જેલમાં રાખવા હવે એક અપરાધ ગણાશે. તેણે આરોપ લગાવ્યો કે, નવાઝ શરીફને 'પડદા પાછળ છુપાયેલા ચહેરાઓના વધુ પડતા દબાણ'ને કારણે આપવામાં આવી છે. જોકે, મરિયમના આ દાવાને રવિવારે ન્યાયાધીશ અરશદ મલિકે ફગાવી દીધો છે. 

— Dr.Sara Kashmiri (@immorternal1) July 6, 2019

લાહોરમાં મરિયમે જણાવ્યું કે, જેના કારણે તેમના પિતાને દોષી ઠેરવવામાં આવ્યા છે અને જેલની સજા થઈ છે, એ કેસના સંબંધમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયામાં ગંભીર રીતે સમાધાન કરાયું છે. તેમણે એક વીડિયો પણ ચલાવ્યો, જેના અંગે દાવો કરાયો છે કે, વીડિયોમાં શરીફનો એક વફાદાર પ્રશંસક નસીર ભટ્ટ અને મલિક વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેને ગયા વર્ષે ડિસેમ્બરમાં અલ અઝિઝિયા સ્ટીલ મીલના ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા 7 વર્ષની જેલ અને ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ કેસમાં મુક્ત કરાયો હતો. 

મરિયમે માગ્યું ઈમરાન ખાનનું રાજીનામું 
ડોન ન્યૂઝના અનુસાર, વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉપાધ્યક્ષે મંડી બહાઉદ્દીનમાં રવિવારે એક રેલીમાં પોતાના ભાષણમાં ઈમરાન ખાનને સંબોધીને કહ્યું હતું કે, 'તમારું રાજીનામું આપો, ઘરે જાઓ.' જેલ રોડ પર થયેલી આ રેલીમાં પોતાના સંબોધનમાં મરિયમે દાવો કર્યો હતો કે, નવાઝ વહેલી તકે મુક્ત થઈ જશે અને ફરી એક વખત વડાપ્રધાન બનશે. આ વખતે અગાઉ કરતાં પણ વધુ શક્તિશાળી હશે.  

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news