પાકિસ્તાન: મૌલવીના કહેવાથી તોડી નાખી બુદ્ધની દુર્લભ પ્રતિમા, 4ની ધરપકડ, VIDEO વાયરલ

મહાત્મા બુદ્ધ (Mahatma Buddha) ની એક દુર્લભ પ્રતિમાને નુકશાન પહોંચવા મામલે પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે શનિવારે આ લોકોને દબોચ્યાં. 

પાકિસ્તાન: મૌલવીના કહેવાથી તોડી નાખી બુદ્ધની દુર્લભ પ્રતિમા, 4ની ધરપકડ, VIDEO વાયરલ

પેશાવર: મહાત્મા બુદ્ધ (Mahatma Buddha) ની એક દુર્લભ પ્રતિમાને નુકશાન પહોંચવા મામલે પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે શનિવારે આ લોકોને દબોચ્યાં. 

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે મર્દાન જિલ્લાના તખ્તબઈ તહસીલમાં એક ખેતરમાં ખોદકામ દરમિયાન મળેલી આ પ્રતિમાને એક સ્થાનિક મૌલવીના આદેશ પર નષ્ટ કરી દેવાઈ. પોલીસે જણાવ્યું કે આ મામલે ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઈ છે અને તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે. 

— Arif Aajakia (@arifaajakia) July 18, 2020

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કેટલાક લોકો પ્રતિમાને હથોડાથી તોડતા જોવા મળ્યા હતાં. ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્વ વિભાગના ડાઈરેક્ટર અબ્દુલ સમદ ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને દોષિતો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ પ્રાંતનું જૂનું નામ ગાંધાર છે અને તે બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રમુખ સ્થળ રહ્યું છે. પ્રાચીન કાળમાં બનેલી ગાંધાર શૈલીમાં બૌદ્ધની અનેક પ્રતિમાઓ ખોદકામમાં મળી આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news